બિહારમાં અમારી સરકાર બની તો બેરોજગારોને નોકરી મળે ત્યાં સુધી દર મહિને અપાશે 1500 રૂપિયા, કોંગ્રેસે આપ્યું વચન

  • October 28, 2020 02:09 AM 1146 views

કોંગ્રેસે સત્તા પર આવશે તો બિહારના ખેડૂતોને મફત વીજળી અને લોન માફીનું વચન આપવામાં આવ્યું છે. કોંગ્રેસે બુધવારે પટનામાં પાર્ટીનું ઘોષણાપત્ર જાહેર કર્યુ હતું. પાર્ટીએ તેનું નામ બિહાર પરિવર્તન પત્ર રાખ્યું છે. 

આ તકે કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે જ્યારે પાર્ટી સત્તામાં આવશે ત્યારે ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે અને વીજ બિલ પણ માફ કરવામાં આવશે. આ ઉપરાંત પાકને યોગ્ય ભાવ મળે તે માટે કામ કરાશે. તેમણે કહ્યું કે કેન્દ્રના કાયદાને પંજાબની સરકારની જેમ નકારી કાઢવામાં આવશે. 

આ તકે કોંગ્રેસ નેતા રાજ બબ્બરે કહ્યું હતું કે, કોંગ્રેસ સત્તામાં આવશે તો બેરોજગારને રોજગાર ન મળે ત્યાં સુધી તેમને દર મહિને 1500 રૂપિયા આપવામાં આવશે. તેમણે કહ્યું કે નવી સરકારની પહેલી કેબિનેટની બેઠકમાં 10 લાખ નોકરીઓ આપવાનો નિર્ણય લેવામાં આવશે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application