બિગ હોસ હાઉસમાં જતા પહેલા સ્પર્ધકોના થશે ટેસ્ટ, પ્રીમિયર એપિસોડ સુધી સ્પર્ધકો રહેશે કોરોન્ટાઈન

  • September 15, 2020 04:09 PM 638 views

 

બિગ બોસ 14 ની પ્રીમિયર તારીખની રાહ જોતા ચાહકોને હવે રાહત મળશે. ચેનલે જાહેરાત કરી છે કે 3 ઓક્ટોબરે આ શોનું ગ્રાન્ડ પ્રીમિયર થશે. બિગ બોસ 14માં કોરોના અને લોકડાઉન હાઇલાઇટ્સમાં હશે. આ વખતે કંઈક એવું હશે જે પહેલાં ક્યારેય બન્યું નથી. 

 

શોમાં ઘરની અંદર જવાના છે તે સ્પર્ધકોના કોરોના ટેસ્ટ થશે અને તેમને ક્વોરેન્ટાઇનમાં રહેવાનું થશે.  પ્રીમિયરની તારીખ પહેલા સ્પર્ધકોને અલગ અલગ સ્થળોએ રાખવામાં આવશે. સેલેબ્સને 20 અથવા 21 સપ્ટેમ્બરથી ક્વોરેન્ટાઇનમાં રહેવું પડશે. તે શોના પ્રીમિયર સુધી તેઓ ક્વોરેન્ટાઈન રહેશે.

 

તમામ પ્રકારની તબીબી અને સલામતીની ચકાસણી સ્પર્ધકો સાથે બિગ બોસના ઘરે જતા પહેલા લેવામાં આવશે. સુત્રોના જણાવ્યા અનુસાર બિગ બોસના સ્પર્ધકોની ફાઈનલ યાદીમાં જાસ્મિન ભસીન, જાન શાનુ, એજાઝ ખાન, અલી ગોનીનો સમાવેશ થયો છે.  આ વખતે 4 યુટ્યુબર્સ પણ બિગ બોસના ઘરમાં જોવા મળશે. આ યુ ટ્યુબર્સને મુંબઇની હોટલમાં ક્વોરેંટાઇન્ડ કરવામાં આવશે. તેઓ શો માટે દિલ્હીથી મુંબઇ આવ્યા હતા.  
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application