પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામ પહેલાં ભાજપને કર્ણાટકમાં મોટો ઝટકો, કોંગ્રેસનો જયકાર

  • May 01, 2021 08:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોંગ્રેસે 119 સીટો જીતી, ભાજપ ત્રીજા નંબર પર: કોંગ્રેસે ઉજવણી રદ કરી

 પાંચ રાજ્યોમાં યોજાયેલ વિધાનસભા ચૂંટણીના પરિણામો આવતા પહેલાં કણર્ટિકમાં ભાજપ્ને મોટો ઝાટકો લાગ્યો છે. રાજ્યમાં સત્તાધારી ભાજપ્ને કોર્પોરેશનની ચૂંટણીમાં કારમી હાર મળી છે. જે 10 સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે પસંદ કરાયા હતા તેમાંથી 7 પર કોંગ્રેસે કબ્જો જમાવ્યો છે. ભાજપ્ને માત્ર 1 જગ્યાએ જીત મળી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ આવ્યા બાદ કણર્ટિક કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ ડીકે શિવકુમારે પ્રજાનો આભાર માન્યો છે.

 

 


કોંગ્રેસની જીત પર ડીકે શિવકુમારે ટ્વીટ કરી કે 10 મ્યુનિસિપલ કાઉન્સિલમાં થયેલ ચૂંટણીમાં 7 પર કોંગ્રેસે જીત મેળવી છે. ભાજપ માત્ર એક પર જીત્યું છે. કોંગ્રેસ પાર્ટી પર ભરોસો રાખનાર અને ભાજપને તેના કુશાસન પર સજા આપવા માટે કણર્ટિકના લોકોનો ધન્યવાદ. કુલ મળીને કોંગ્રેસે 119 સીટ જીતી છે જ્યારે ભાજપે માત્ર 56 અનેજેડીએસ એ 67 સીટો પર જીત પ્રાપ્ત કરી છે.

 

 


કોંગ્રેસ નેતા ડીકે શિવકુમારે ટ્વીટમાં લખ્યું કે અત્યારે જીતનો જશ્ન મનાવાનો સમય નથી પરંતુ આપણે આ મુશ્કેલ સમયમાં પ્રજાની સેવા પ્રત્યે આપણા સમર્પણ માટે કિટબદ્ધ છીએ. હું કણર્ટિકમાં મારી પાર્ટીના કાર્યકતર્ઓિ અને નેતાઓને અપીલ કરું છું કે કોઇપણ પ્રકારનો જશ્ન ના મનાવો. નેશનલ હેલ્થ ઇમરજન્સીના સમયમાં આપણા તરફથી સર્વશ્રેષ્ઠ પ્રયાસ કરતાં પ્રજાની મદદમાં લાગેલા રહો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS