સાઉથની આ ફિલ્મની રિમેકમાં જોવા મળશે આદિત્ય રોય કપૂર અને 'તૂફાન'ની મૃણાલ ઠાકુર 

  • September 06, 2021 12:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આદિત્ય રોય કપૂરે તાજેતરમાં જ તમિલ હિટ થડમની હિન્દી રિમેકમાં જોડાવાની જાહેરાત કરી છે. નિર્માતા ભૂષણ કુમાર અને મુરાદ ખેતાણીએ ફિલ્મમાં એક નવું નામ ઉમેર્યું છે. યુવા અભિનેત્રી મૃણાલ ઠાકુર આદિત્ય રોય કપૂરની સામે લીડ રોલમાં જોવા મળશે.

 

આ પ્રથમ વખત હશે જ્યારે અભિનેત્રી એક મજબૂત પોલીસની ભૂમિકા ભજવતી જોવા મળશે. સાચી ઘટનાઓ પર આધારિત, વર્ધન કેતકર દ્વારા નિર્દેશિત થડમ નામની આ ફિલ્મ આ વર્ષે ઓક્ટોબરમાં ફ્લોર પર જશે.

 

મૃણાલે આ વાત શેર કરતા કહ્યું કે, 'જ્યારે મેં ફિલ્મની વાર્તા સાંભળી ત્યારે મને તરત જ ખબર પડી કે મારે આ ફિલ્મનો ભાગ બનવાની જરૂર છે. મારું પાત્ર ખૂબ અઘરું છે અને પોલીસની ભૂમિકા ભજવવી એ મારુ સપનું છે. મેં અત્યાર સુધી ભજવેલા તમામ પાત્રોથી આ એક ખૂબ જ અલગ ભૂમિકા હશે.

 

યુવાન અભિનેત્રીને બોર્ડ પર લાવતા, નિર્માતા ભૂષણ કુમાર કહે છે કે, 'જ્યારે મુરાદ ભાઈ અને હું પોલીસના પાત્રની ચર્ચા કરી રહ્યા હતા, ત્યારે અમે તરત જ મૃણાલ વિશે વિચાર્યું. મૃણાલે તેની ફિલ્મોમાં ઘણી રસપ્રદ ભૂમિકાઓ પસંદ કરી છે.  અમને લાગ્યું કે તે આ ભૂમિકા માટે પરફેક્ટ હશે અને અમને ખુશી છે કે તે તેનો ભાગ બનવા માટે પણ એટલી જ ઉત્સાહિત છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS