મોદી સ્ટેડિયમમાં મહા મુકાબલો, અગાઉના રેકોડર્સને પગલે પાકિસ્તાન સામે ભારતની જીતની સંભાવના વધુ 

  • October 14, 2023 01:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમાઈ રહેલી મેચને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે. અગાઉના રેકોડર્સને જોતા પાકિસ્તાન સામે ભારતને થોડો ફાયદો થશે. દર્શકોને સવારે ૧૦ વાગ્યાથી સ્ટેડિયમમાં એન્ટ્રી આપવામાં આવી હતી. મેચ જોવા માટે ઘણા ફિલ્મ સ્ટાર્સ, રાજનેતાઓ અને વીઆઈપી મહેમાનો પણ આવ્યા હતા. સ્ટેડિયમમાં પોલીસ દ્રારા એન્ટી ગન ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મોદી સ્ટેડિયમમાં ૨ હજાર જેટલા સીસીટીવીથી બાજ નજર રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત ૧ હજાર બોડીવોર્ન કેમેરાથી પોલીસ જવાન સજજ છે.

ભારતને સતત આઠમાં વિજયની તક

વન–ડે વર્લ્ડ કપમાં બંને ટીમો વચ્ચેની તમામ મેચમાં ભારત ૭–૦થી આગળ છે. બાબર આઝમની આગેવાનીવાળી ટીમેં ટી૨૦માં હારવાનો પાકિસ્તાનનો સિલસિલો તોડો હતો, હવે તેને વર્લ્ડ કપનો શાપ પણ તોડવાની અપેક્ષા છે. અગાઉની સાત વર્લ્ડ કપની ટક્કર પર એક નજર.

૧૯૯૨ વર્લ્ડ​​​​​​​ કપ: ભારત ૪૩ રનથી જીત્યું
કિરણ મોરે સામે જાવેદ મિયાંદાદે દેડકાની જેમ કુદકા માર્યાના ફટેજ ભારત–પાકિસ્તાનની દુશ્મનાવટ રીલ્સ દરમિયાન દરેક સમયે બતાવવામાં આવે છે. ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ૧૯૯૨ વર્લ્ડ કપ દરમિયાન લીગ મેચમાં બન્યું હતું. ભારતે સચિન તેંડુલકરના અણનમ ૫૪ રન બાદ માત્ર ૨૧૬૭નો સ્કોર જ કરી શકયો હોવા છતાં પણ ભારતે ૪૩ રનથી મેચ જીતી લીધી હતી.


૧૯૯૬ વર્લ્ડ​​​​​​​ કપ: ભારત ૩૯ રનથી જીત્યું
આ મેચ હવે વેંકટેશ પ્રસાદ દ્રારા આમિર સોહેલને પેવેલીયનમાં મોકલવા માટે પ્રખ્યાત છે. ૨૮૮ રનના જોરદાર લયાંકનો પીછો કરતા, પાકિસ્તાન પ્રથમ ૧૦ ઓવરના અંતે ૮૪ રન સુધી પહોંચી ગયું હતું. પણ આખરે પાકિસ્તાન માત્ર ૨૪૮૯ રન બનાવી શકયું અને ૩૯ રનથી મેચ હારી ગયું. આ પહેલા નવજોત સિદ્ધુના ૯૩ રનની મદદથી ભારતે ૨૮૭ રન બનાવ્યા હતા.


૧૯૯૯ વર્લ્ડ​​​​​​​ કપ: ભારત ૪૭ રનથી જીત્યું
ફરી એકવાર વેંકટેશ પ્રસાદ આ વર્લ્ડકપ મેચનો પણ હીરો રહ્યો હતો. પ્રસાદે ૫૨૭ સાથે કોઈ પણ પાકિસ્તાની ખેલાડીને સ્થિર થવા ન દીધા. ઈન્ઝમામ–ઉલ–હકે સૌથી વધુ ૪૧ રન બનાવ્યા કારણ કે પાકિસ્તાન ૨૨૮ રનના ચેઝમાં ૧૮૦ રનમાં સમેટાઈ ગયું હતું. દ્રવિડના ૬૦ અને અઝહદ્દીનના ૫૯ રનની મદદથી ભારતે ૨૨૭૬ સુધી પહોંચાડું હતું.


૨૦૦૩ વર્લ્ડ​​​​​​​ કપ: ભારત છ વિકેટે જીત્યું
૨૦૦૩ના વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાનને એક મેચમાં છ વિકેટથી હરાવ્યું હતું જેમાં સઈદ અનવર એકમાત્ર સેન્ચુરીયન હતો અને સચિને શોએબ અખ્તરને બેકવર્ડ પોઈન્ટ પર સિકસ ફટકારી હતી. તેંડુલકરે પીડામાંથી પસાર થતાં ૯૮ રન બનાવ્યા હતા. આ મેચમાં પાકિસ્તાને ૨૭૩ રન બનાવ્યા હતા જેને ભારતે આસાનીથી પાર કર્યા હતા.


૨૦૧૧ વર્લ્ડ​​​​​​​ કપ: ભારત ૨૯ રનથી જીત્યું
આ તે સમયે હતું યારે પાકિસ્તાને ફકત ૨૬૧ રનનો પીછો કરીને આસાનીથી જીતી જવાની તક હતી પણ એ થઇ શકયું નહોતું. જો કે, તેઓ દબાણ હેઠળ ભાંગી પડા હતા. આ મેચમાં શોએબ અખ્તરની જગ્યાએ વહાબ રિયાઝને રમવામાં આવ્યો હતો, જે ૧૦૦ ટકા ફિટ નહોતો; રિયાઝે પાંચ વિકેટ ઝડપી હતી.


૨૦૧૫ વર્લ્ડ​​​​​​​ કપ: ભારત ૭૬ રનથી જીત્યું
ભારત અને પાકિસ્તાન વચ્ચે ૨૦૧૫ વર્લ્ડ કપની મેચ એકતરફી હતી કારણ કે ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસદં કર્યા પછી ૩૦૦૭ બનાવ્યા હતા. ટાર્ગેટનો પીછો કરતા પાકિસ્તાન આગળ વધી શકયું ન હતું અને માત્ર ૨૨૪ રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. વિરાટ કોહલીએ તે રમતમાં શાનદાર સદી ફટકારી હતી.


૨૦૧૯ વર્લ્ડ​​​​​​​ કપ: ભારત ૮૯ રનથી જીત્યું
૫૦ ઓવરના વર્લ્ડ કપમાં છેલ્લી વખત ભારત અને પાકિસ્તાન ઈંગ્લેન્ડના માન્ચેસ્ટરમાં ટકરાયા હતા. આ મેચમાં ડકવર્થ–લુઈસ અને સ્ટર્ન અનુસાર ૪૦ ઓવરમાં જીતવા માટે પાકિસ્તાનને ૩૦૨ રનનો લયાંક મળ્યો હતો પણ કુલદીપ યાદવે તેમને ૨૧૨૬ સુધી જકડી રાખ્યા હતા. રોહિત શર્માની શાનદાર સદીની મદદથી ભારતે ૩૩૬૫નો સ્કોર બનાવ્યો હતો.

ફેન્સની નજર રહેશે વિરાટ પર
પાકિસ્તાન સામેની મેચમાં ફરી એકવાર બધાની નજર વિરાટ કોહલી પર રહેશે. વિરાટ યારે પણ પાકિસ્તાન સામે રમે છે ત્યારે તેના બેટથી જોરદાર રન ભારતીય ટીમને મળે છે. તાજેતરમાં જ એશિયા કપમાં પણ તેણે ૯૪ બોલમાં અણનમ ૧૨૨ રનની શાનદાર ઇનિંગ રમી હતી. વિરાટે વલ્ર્ડ કપમાં પાકિસ્તાન સામે સૌથી વધુ ૬૨૫ રન બનાવ્યા છે.

કેપ્ટને આપ્યા રાહતના સમાચાર
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ મેચની પૂર્વ સંધ્યાએ કહ્યું હતું કે ઓપનર શુભમન ગિલ ડેન્ગ્યુમાંથી સ્વસ્થ થઈ ગયો છે અને તેની પાકિસ્તાન સામે રમવાની ૯૯ ટકા સંભાવના છે. અમે જાણીએ છીએ કે અમારી પાસેથી શું અપેક્ષા રાખવામાં આવે છે. રોહિતે વધુમાં કહ્યું કે, હત્પં જાણું છું કે પાકિસ્તાન સામેની આ મેચનું મહત્વ શું છે, પરંતુ તે વધારાનું દબાણ લેવા માંગતો નથી. હત્પં જાણું છું કે અમારી ટીમ પાસેથી અને એક કેપ્ટન અને બેટસમેન તરીકે મારી પાસેથી શું અપેક્ષાઓ છે અને હત્પં મારી ક્ષમતા મુજબ શ્રે પ્રદર્શન કરવાનો પ્રયાસ કરીશ.

ભારત–પાક. મેચ પર રમાશે ૫૦૦૦ કરોડનો સટ્ટો
આ મેચમાં સટ્ટાનો આકં પાંચ હજાર કરોડને પાર થવાની શકયતા પણ વધી છે. સૌથી વધારે સટ્ટો ડીસા અને ભાભરની લાઇનથી બુક કરવામાં આવી રહ્યો છે. સટ્ટાબજારમાં ભારતની ટીમ જીત માટે હોટ ફેવરીટ માનવામાં આવી રહી છે. ભારત તરફે સૌથી વધારે ૭૫ ટકાથી વધારે સટ્ટો છે. યારે પાકિસ્તાનની જીતની શકયતા ૨૫ ટકા જેટલી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application