માયાણીનગર પાસે પટેલ કોલોનીમાં રાત્રીના કોમન પ્લોટ મુદ્દે મોટો ડખ્ખો: અંતે સમાધાન

  • August 11, 2023 05:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)





સરાજાહેર હથિયાર વડે થયેલા હુમલામાં વૃધ્ધ ઘવાયા: ટોળું પોલીસ સ્ટેશન પહોંચ્યા બાદ રાજકીય આગેવાનની મધ્યસ્થી બંનેપક્ષે ફરિયાદ કરવાનું ટાળ્યું



શહેરના માયાણીનગર પાસે આવેલી પટેલ કોલોનીમાં રાત્રીના કોમન પ્લોટ મામલે મોટી માથાકૂટ થઈ હતી. જેમાં હથિયાર વડે કરાયેલા હુમલામાં વૃદ્ધને માથાનાભાગે ઇજા પહોંચતી હતી. આ ઘટના બાદ ૧૦૦ જેટલા વ્યક્તિઓનું ટોળું માલવીયાનગર પોલીસે ધસી ગયું હતું. ઘટનાની જાણ થતા રાજકીય આગેવાન પણ પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા.તેની મધ્યસ્થી બાદ બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ જતા આ ઘટના અંગે ફરિયાદ નોંધાવાનું ટાળ્યું હતું.


જાણવા મળતી વિગતો મુજબ મણીનગર પાસેના પટેલ કોલોનીમાં રહેતા મોહનભાઈ ઝાલાવાડીયા(ઉ.વ ૬૨) રાત્રિના ઘર પાસે હતા. ત્યારે કેટલાક અજાણ્યા શખસોએ હથિયારો વડે હુમલો કરતા તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા માલવીયાનગર પોલીસ મથકના એએસઆઇ કે.યુ. વાળા સહિતનો સ્ટાફ બનાવસ્થળે દોડી ગયો હતો. બીજી તરફ હથિયારો વડે કરાયેલા હુમલાના પગલાં ૧૦૦ જેટલા વ્યક્તિ રજૂઆત કરવા માટે માલવીયાનગર પોલીસ મથકે પહોંચી ગયું હતું.


વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, અહીં સોસાયટીની ડેલી પાસે હોસ્ટેલ હોય હોસ્ટેલ બનતી હતી ત્યારે ડેઇલી ખુલી રાખવામાં આવી હતી. પરંતુ સોસાયટીમાં આ ડેલી બંધ રાખવામાં આવતી હોય અને તેની પાસે કોમન પ્લોટ હોય, કેટલાક શખસો કોમન પ્લોટ પર દબાણ કરવા ઈચ્છતા હોય અને એની ન્યુસન્સ ફેલાવતા હોવાનો આક્ષેપ લેતાવાસીઓએ કર્યો હતો. જો કે આ સમગ્ર ઘટનાની જાણ થતા રાજકીય આગેવાન પણ માલવયાનગર પોલીસ સ્ટેશનને પહોંચી ગયા હતા અને તેમની સમજાવટ બાદ બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ જતા આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application