કોરોના સંકટના કારણે દર્શકોની સંખ્યામાં મોટો ઘટાડો થશે: 50 વર્ષ પછી પહેલીવાર કોઈ મુખ્ય અતિથિ નહીં હોય: ફ્રાંસ, યુએઈ અને હવે બાંગ્લાદેશની સૈન્ય ટુકડી પરેડમાં ભાગ લેશે
ભારત આ વર્ષે પોતાનો 72મો ગણતંત્ર દિવસ ઉજવશે. આ ઐતિહાસિક પ્રસંગે રાજપથ પર ગણતંત્ર દિવસ પરેડનું આયોજન થાય છે. તેમાં ભારતીય સેનાના જવાનો અને આપણી સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની ઝાંખી અને પરેડ થાય છે. આ જીવંત ઘટનાને નિહાળવા માટે લગભગ 1 લાખથી વધારે લોકો આવે છે પરંતુ આ વર્ષે મહામારીના કારણે તેમાં ઘણું પરિવર્તન જોવા મળશે.
ગણતંત્ર દિવસ 2021ના પ્રસંગે દાયકાઓ પછી પહેલીવાર એવું બનશે જ્યારે કોઈ ચીફ ગેસ્ટ નહીં હોય. શરૂઆતમાં બ્રિટીશ પ્રધાનમંત્રી બોરિસ જોન્સનને આમંત્રિત કરવામાં આવ્યા હતા. પરંતુ બ્રિટનમાં કોરોનાના નવા સ્ટ્રેનના કારણે તેમણે પોતાની યાત્રાને રદ કરવી પડી. આ પહેલાં ભારતમાં 1952,1953 અને 1966માં પરેડમાં કોઈ મુખ્ય અતિથિ ન હતું.
2020માં 1 લાખ 50 હજારની સરખામણીએ આ વર્ષે ગણતંત્ર દિવસે માત્ર 25,000 લોકો જ હશે. જ્યારે મીડિયા પ્રતિનિધિઓની સંખ્યાને 300થી ઘટાડીને 200 સુધી કરવામાં આવી છે. તેની સાથે જ 15 વર્ષથી ઓછા બાળકોને હાજર રહેવાની પરમિશન આપવામાં આવશે નહીં.
ગણતંત્ર દિવસ પરેડ રાષ્ટ્રપતિ ભવનથી શરૂ થઈને ઈન્ડિયા ગેટ પર ખતમ થશે. તેના પછી માર્ગ વિજય ચોકથી રાજપથ, અમર જવાન જ્યોતિ, ઈન્ડિયા ગેટ પ્રિન્સેસ પેલેસ, તિલક માર્ગ થઈને છેલ્લે ઈન્ડિયા ગેટ સુધી જશે.
ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ફ્રાંસથી ખરીદવામાં આવેલા અને ભારતીય વાયુસેનામાં સામેલ કરાયેલા રાફેલ યુદ્ધ વિમાન જેટ પરેડમાં ભાગ લેશે. આ વખતે વાયુસેનાએ ફ્રાંસથી ઓર્ડર કરવામાં આવેલ 36 રાફેલ જેટમાંથી 11ને સામેલ કરવામાં આવી છે. ભારતની પહેલી મહિલા ફાઈટર પાયલટમાંથી એક ફ્લાઈટ લેફ્ટનન્ટ ભાવના કંઠ આઈએએફની ઝાંખીનો ભાગ બનશે. જે હળવા યુદ્ધ વિમાન, હળવા યુ્દ્ધ હેલિકોપ્ટર અને સુખોઈ-30 યુદ્ધ વિમાનોના મોક-અપ્નું પ્રદર્શન કરશે.
કોવિડ-19 ગાઈડલાઈનના કારણે મોટરસાઈકલથી થતાં સ્ટંટ જે રાજપથ પર એકત્ર થતાં લોકો માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર હોય છે. જે આ વર્ષે જોવા મળશે નહીં. આ સિવાય વીરતા પુરસ્કારોની પરેડ અને બહાદુરી પુરસ્કાર હાંસલ કરનારા બાળકો પણ સમારોહમાં હાજર રહેશે નહીં.
આ વર્ષે પાડોશી દેશ બાંગ્લાદેશ સેનાનું એક સૈન્ય બેન્ડ પરેડમાં ભાગ લેશે. આ વર્ષે જ બાંગ્લાદેશે પોતાની સ્વતંત્રતાની 50મી વર્ષગાંઠ ઉજવી છે. આ પરેડમાં બાંગ્લાદેશના 122 સૈનિકો સામેલ થશે. 2016માં ફ્રાંસ અને 2017માં યૂઈએ રિપબ્લિકન ડે પરેડમાં ભાગ લેનારા પહેલા બે વિદેશી દેશ છે.
ઉત્તર પ્રદેશની ઝાંખીમાં રામ મંદિરની પ્રતિકૃતિ જોવા મળશે. આ સિવાય સંસ્કૃતિ મંત્રાલય, ઈલેક્ટ્રોનિક્સ મંત્રાલય અને આઈટી, આયુષ મંત્રાલય, રક્ષા વિભાગની ઝાંખી નીકળશે. ડીબીટીની ઝાંખી સ્વદેશી રીતે કોવિડ-19 વેક્સીનના નિમર્ણિ માટે વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા પ્રયાસોને પ્રદર્શિત કરશે.
ગણતંત્ર દિવસના કાર્યક્રમમાં ફરજિયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું પડશે. તેના માટે મહેમાનોની સાથે જ દર્શકોને બેસવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સુરક્ષા કર્મચારીઓ માટે વિશેષ પ્રકારે પીપીઈ કિટની વ્યવસ્થા કરવામાં આવી છે. તે પીપીઈ કિટ પહેરીને મહેમાનોની સુરક્ષાનું ધ્યાન રાખશે.
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230