બોલિવુડમાં બીગ-બીના 52 વર્ષ પૂરા, અત્યાર સુધી ભજવેલા પાત્રોની ચાહકે આપી ઝલક

  • June 01, 2021 10:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચને પોતાની અદાકારીથી લાખો કરોડો ચાહકોના દિલ જીતતા આવ્યા છે: તેમના દ્વારા બોલાયલા સંવાદ હજુ પણ તેમના ચાહકોને યાદ છેબોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચનેપોતાની અદાકારીથી લાખો કરોડો ચાહકોના દિલ જીતતા આવ્યા છે. તેમના દ્વારા બોલાયેયા સંવાદ હજુ પણ તેમના ચાહકોને યાદ છે. તેને ફિલ્મ સાત હિંદુસ્તાનીથી હિન્દી ફિલ જગતમાં પદપિર્ર્ણ કર્યું હતું અને અત્યાર સુધી દરેક પાત્રમાં પોતાનો જીવ રેડતા આવ્યા છે.  બીગ-બીએ બોલિવુડમાં 52 વર્ષ પૂરા કરી લીધા છે. જે બાબતની તેમને સોશિયલ મીડિયામાં જાણકારી આપી હતી.

 


બિગ બીએ સોશિયલ મીડિયામાં પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેને દરેક વર્ષમાં ભજવેલા એક સુંદર પાત્રની ફોટો જોઈ શકાય છે. સાત હિંદુસ્તાનીથી લઈને આ વર્ષે રીલીઝ થનારી મેડે સુધી બધા પાત્રનો લુક આ પોસ્ટમાં જોવા મળશે. તેને આ પોસ્ટ શેર કરતાં લખ્યું કે 52 વર્ષ સાથે જ આ પોસ્ટર બનાવનારનો પણ આભાર માન્યો.

 


આ પોસ્ટને લાખો લોકો લાઈક કરી ચૂક્યા છે. સાથે જ પોસ્ટ પર કમેન્ટ કરીને ચાહકો તેને અભિનંદન પાઠવી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે સર તમારો મોટો ફેન છું તો બીજાએ હાઈ ઈમોજી પોસ્ટ કર્યું છે. બિગ બીએ સાત હિન્દુસ્તાનીથી બોલિવુડમાં પગ મૂક્યો હતો અને ફિલ્મ આનંદ માટે તેને ઘણા એવોર્ડ પણ મળ્યા છે. આ બાદ તેને કેટલીય સુપર હિટ ફિલ્મો આપી છે. ફિલ્મ જંજીરથી તેને બોલીવુડમાં પોતાની એક અલગ ઓળખ ઊભી કરી હતી, જે આજે પણ કાયમ છે.

 


ચહરેમાં આવશે નજર
અમિતાભ બચ્ચન ટૂંક સમયમાં જ ઈમરાન હાશમી સાથે ફિલ્મ ચહરેમાં નજર આવશે. આ ફિલ્મ એપ્રિલ માહિનામાં સિનેમા ઘરોમાં રીલીઝ થવાની હતી. પરંતુ કોરોનાની બીજી લહેરને કારણે આને પાછી ઠેલવામાં આવી હતી. ફિલ્મનું ટ્રેલર અને ટીઝર રીલીઝ થઈ ચૂક્યું છે.

 


આને આ મિસ્ટ્રી થ્રીલરને દર્શકોએ ઘણો સારો પ્રતિસાદ આપ્યો છે. નિમર્તિાઓએ નક્કી કર્યું છે આ ફિલ તે ઓટીટી પ્લેટફોર્મ પર નહીં, પરંતુ સિનેમા ઘરોમાં રિલિઝ કરશે. આ ફિલ્મ બિગ અને ઈમરાન હાશમી સાથે રીયા ચક્રવતી, અનુ કપૂર, ક્રિસ્ટલ ડિસુઝા, સહિત ઘણા કલાકારો અહમ ભૂમિકામાં નજર આવશે.

 


કોરોનાકાળમાં કરી રહ્યા છે લોકોની મદદ
અમિતાભ બચ્ચન કોરોનાકાળમાં લોકોની મદદ કરી રહ્યા છે. તાજેતરમાં જ મુંબઈ માટે પોલેન્ડથી 50 ઑક્સિજન કોન્સન્ટ્રેટર ઓર્ડર કયર્િ હતા. આવા મુશ્કેલ સમયમાં પણ લોકોની બને તેટલી મદદ કરવાની કોશિશ કરી રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS