'ભૂલ ભુલૈયા' અને 'ભૂલ ભુલૈયા 2'ની જબરદસ્ત સફળતા પછી, અનીસ બઝમી અને ભૂષણ કુમાર દિવાળી 2024 સુધીમાં આ કોમિક ફ્રેન્ચાઇઝીનો ત્રીજો પાર્ટ લાવવા માટે તૈયાર છે. જ્યાં ઓરીજનલ મંજુલિકા વિદ્યા બાલન 17 વર્ષ પછી 'ભૂલ ભૂલૈયા'ની દુનિયામાં પાછી આવી છે, ત્યારે કાર્તિક આર્યન આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ હાલમાં ફ્લોર પર છે.
બંને ફિલ્મોમાં આ ફ્રેન્ચાઈઝીના પ્રખ્યાત ગીતો રસપ્રદ રીતે બતાવવામાં આવ્યા હતા. પહેલી ફિલ્મમાં તે વિદ્યા બાલન પર શૂટ કરવામાં આવ્યું હતું અને બીજી ફિલ્મમાં તે કાર્તિક આર્યન પર શૂટ કરવામાં આવ્યું હતું, હવે નિર્માતા તેમના ચાહકો માટે ડબલ ડોઝ લાવી રહ્યા છે. અહેવાલો અનુસાર, હવે ઓરીજનલ મંજુલિકા વિદ્યા બાલન સાથે અભિનેત્રી અને ડાન્સર માધુરી દીક્ષિત પણ જોવા મળવાની છે. હા, આ સમાચાર એ પણ આવી રહ્યા છે કે કાર્તિક આર્યન પણ આ ગીત પર બંને સાથે ડાન્સ કરતો જોવા મળી શકે છે. જો કે, આ ફેસ ઓફ હાલમાં આયોજનના તબક્કે છે.
'ભૂલ ભુલૈયા 3' હાલમાં ફ્લોર પર છે અને નિર્માતાઓએ પહેલાથી જ કેટલાક હાઇ-એન્ડ VFX દ્રશ્યો શૂટ કર્યા છે. જેથી દિવાળી પહેલા તેની પોસ્ટ પ્રોડક્શનની પ્રક્રિયા પૂર્ણ થઈ જાય. એવી ચર્ચા છે કે ટીમે એક હાઇ-ઓન VFX ગીત શૂટ કર્યું છે જેમાં કાર્તિક આર્યન પણ ભૂત સાથે છે, જો કે તેના વિશે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી આવી નથી. ભૂલ ભુલૈયા 3માં રાજપાલ યાદવ અને સંજય મિશ્રાની પણ ખાસ ભૂમિકા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકામે લાગી જાવ, ફિલ્ડમાં રહો, લોકો સુધી જાવ, કરેલા કામ બતાવો: કોર્પોરેટરોને સીએમની શીખ
June 07, 2025 03:07 PMરશિયા યુક્રેન પર પરમાણુ હુમલાની તૈયારી કરી રહ્યું છેઃ બ્રિટિશ કર્નલની ગંભીર ચેતવણી
June 07, 2025 03:02 PMચીન અને પાકિસ્તાનની નવી ચાલઃ રાફેલને બદનામ કરવા કાવતરું ઘડ્યું, હવે ખુલાસો થયો
June 07, 2025 02:41 PMછત્તીસગઢમાં 45 લાખનું ઇનામ ધરાવતો ટોચનો નક્સલી નેતા ભાસ્કર રાવ ઠાર
June 07, 2025 02:39 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech