ભુજની પરિણીતાનો આપઘાતનો બનાવ હત્યામાં પલટાયો

  • February 25, 2021 09:03 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભુજના ગણેશનગર વિસ્તારમાં પરિણીતાએ ગળેફાંસો ખાઇ આપઘાતનો બનાવ હત્યામાં પરિણમ્યો છે પતિએ જ પત્ની કરી હોવાનું બહાર આવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી


આ બનાવની મળતી વિગતો મુજબ થોડા સમય પહેલા ભુજના ગણેશનગર વિસ્તારમાં મરણ જનાર પરણીતા હીનાબેન એ આત્મહત્યા કરી હોવાનું જણાવ્યું હતું પરંતુ શંકાના આધારે પેનલ પોસ્ટમોર્ટમ કરાવતા મૃતકને ગળે ટૂંપો આપી હત્યા નિપજાવી હોવાનું બહાર આવતા મરણ જનાર હીનાબેનના પતિ ગોવિંદપુરી ગોસ્વામી સામે વિધિવત રીતે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને પોલીસે આરોપીને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS