રિલીઝ થયું ભુતનું સરસ મજાનું ગીત, જોવા મળી ભૂમિ પેડનેકરની ઝલક

  • February 14, 2020 10:59 AM 12 views

બોલીવુડ અભિનેતા વિક્કી કૌશલની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ભૂત પાર્ટ વન: ધ હોન્ટેડ શિપ'નું પ્રથમ ગીત 'ચન્ના વે' રિલીઝ થઈ ગયું છે. રિલીઝ થતાં જ આ ગીત સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે. સિંગર અખિલ સચદેવા અને મનશીલ ગુજરાલે આ ગીતને સ્વર આપ્યો છે, સાથે આ ગીતના સંગીત અને લિરિકસ પણ અખિલ સચદેવાના છે. ગીત ૨.૨૨ મિનિટનું ગીતને માત્ર થોડી કલાકોમાં ૨૫ લાખ કરતા વધુ લોકો જોઈ ચુકયા છે. અત્યાર સુધી ટીઝરથી લઈને ટ્રેલર સુધી ગાયબ રહેલી ફિલ્મની મુખ્ય અભિનેત્રી ભૂમિ પેડનેકરની પ્રથમ ઝલક પણ આ ગીતમાં જોવા મળી રહી છે. 

 

હાલમાં રિલીઝ થયેલું આ ફિલ્મનું ટ્રેલર ડરાવી રહ્યું છે, જેને જોઈને લોકોને વાંટા ઉભા થઈ રહ્યાં છે. ફિલ્મના ટ્રેલરથી તે વાતનો અંદાજ લાગે છે કે આ કહાની એક  શી બર્ડ પર કેન્દ્રીત છે. શી બર્ડ જે એક ડેડ શિપ છે, તે ખરાબ હવામાનને કારણે મુંબઈની જુહ બિચ પર આવી જાય છે. ચોંકાવનારી વાત છે કે તે હોય છે એક શિપ પરંતુ એકવણ વ્યકિત હાજર નથી. ત્યારબાદ પૃથ્વી (વિક્કી કૌશલ) જે શી બર્ડ પર સર્વેઈંગ ઓફિસર હતો, તે શિપની અંદર જાય છે. પૃથ્વી શિપની અંદર જતાં જ શ થાય છે ડરનો ખેલ. 

 

આ ફિલ્મના ટ્રેલરને જોયા બાદ અમે કહી શકીએ કે ઘણા વર્ષેા બાદ એકવાર ફરી બોલીવુડમાં કોઈ સારી હોરર ફિલ્મ જોવા મળશએ, જેની સ્ટોરી તો સારી લાગી રહી છે. ધર્મા પ્રોડકશનમાં બનનારી આ ફિલ્મ વિક્કી કૌશલની સાથે ભૂમિ પેડનેકર જોવા મળશે. ફિલ્મનું દિગ્દર્શન ભાનૂ કરી રહ્યાં છે. આ ફિલ્મ આગામી ૨૧ ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.