રક્ષાબંધન સાથે વૃક્ષાબંધન:પાંચ પ્રકારના શાકભાજીના બિયારણો સાથેની સીડ રાખી

  • August 01, 2020 05:12 PM 236 views

 

ભાવનગર બાગાયત વિભાગ દ્વારા આ વર્ષે રક્ષાબંધનની સાથે સાથે લોકો વૃક્ષાબંધન પણ ઉજવે તે માટે નવતર પહેલ કરવામા આવી છે. બાગાયત વિભાગ દ્વારા લોકોમા તહેવારની સાથે સાથે વૃક્ષારોપણ તથા પર્યાવરણ અંગે જાગૃતિ વધે તથા કેનિંગ અને કિચન ગાર્ડનના રસીકોને પણ પ્રોત્સાહન મળે તે માટે રક્ષાબંધન તહેવારના માધ્યમથી કિફાયતી દરે ઘરે ઘરે શાકભાજીનુ બીયારણ પહોંચાડવાનુ સુંદર આયોજન કરવામા આવ્યુ હતું.

 

આ માટે બાગાયત વિભાગ દ્વારા ઈકો ફ્રેંડલી સીડ રાખડીઓ તૈયાર કરવામા આવી અને આ પ્રત્યેક રાખડીઓમા ભીંડો, ગુવાળ, કાકડી, ગલકા, પાલક, કોથમીર, ગાજર વગેરે જેવા જુદાજુદા શાકભાજીના પાંચ પ્રકારના બિયારણો મુકવામા આવ્યા. અને આ પ્રત્યેક રાખડીની કિંમત માત્ર પાંચ રૂપિયા નિર્ધારીત કરવામા આવી અને આ નવતર પહેલને ભાવનગરની જનતા તરફથી પણ બહોળો પ્રતિસાદ સાંપડયો.

 

રક્ષાબંધન થકી વૃક્ષાબંધનના વિચારનો મુખ્ય હેતુ સુંદર ભાત અને મનમોહક ડિઝાઈનથી શોભતી આ રાખડીઓમાથી રક્ષાબંધનનો તહેવાર પૂર્ણ થયા બાદ તેમા મુકેલા પાંચ પ્રકારના બીજ કાઢી તેનુ વાવેતર કરવામા આવે અને તેનુ જતન કરવામા આવે તેવો હતો. ત્યારે સૌ સાથે મળી આ રક્ષાબંધનના તહેવારમા આપણે સ્વજનની સાથે સાથે પ્રકૃતિના રક્ષણનો પણ નિર્ધાર કરીએ અને આ તહેવારને વૃક્ષાબંધનની અલગ જ અંદાજની ઉજવણીમા સહભાગી થઈએ.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application