ચોક્કસ દ્રવ્યોની આહુતિ આપી યજ્ઞના વાયુ દ્વારા વિસ્તારને સેનિટાઈઝ કરવાનો પ્રથમ પ્રયોગ

  • August 01, 2020 07:16 PM 467 views

સમગ્ર દેશ માં કોઈ વિસ્તાર ને વ્યાપક સ્વરૂપે વૈદિક વિજ્ઞાનના  આધારે ડૉ.ઓમ ત્રિવેદી સંશોધિત યજ્ઞ થેરાપી દ્વારા વિશિષ્ટ પ્રકારે યજ્ઞ યાત્રા યોજી વાતાવરણને શુદ્ધ કરવા સાથે હકારાત્મક ઉર્જાના સંચાર માટે મેડિસીનલ સ્મોક (હવનના ધુમાડા)થી સેનેટાઇઝ કરવાનો પ્રથમ પ્રયોગ ભાવનગર શહેરના સિન્ધુનગર વિસ્તારમાં કરવામાં આવનાર છે. આ યજ્ઞયાત્રા સંપૂર્ણ પણે સરકારશ્રી દ્વારા નિયત સોશ્યિલ ડિસ્ટનસિંગના નિયમોનું પાલન કરવા સાથે યોજવામાં આવશે. આ સંપૂર્ણ વિસ્તારનું યજ્ઞયાત્રા માધ્યમ થી મેંડિસીનલ સ્મોક દ્વારા સેનેટાઈઝેશન કરવા માટે માત્ર 25  "ભાઈબંધો" સાથે વિશિષ્ટ પ્રકારે તૈયાર કરેલ 62 કરતા વધુ દ્રવ્યો ધરાવતી હવન સામગ્રી સાથે લવિંગ,અજમાં,ભીમસેની કપૂર,ચોખા,ટોપરું,લીમડો,ખડીસાકર,ગુગળ,ગાયનું ઘી,ગાયના છાણા,આંબાના સમીધ સહિત કુલ 73 જેટલી આર્યુવેદીક ઔષધિઓ (દ્રવ્યો) ના હોમનો ઉપયોગ કરવામાં આવશે.


આ યજ્ઞ યાત્રા આવતી કાલ, રવિવારે , નવજવાન સેવા મંડળ, સિન્ધુનગરથી સાંજે 5 વાગે ઉપસ્થિતો દ્વારા ગાયત્રી મંત્રની આહુતિ આપ્યા બાદ શરૂ થઈ, વિશિષ્ટ પ્રકારે ડિઝાઇન કરેલ 20 હવનકુંડ સાથે સંપૂર્ણ સિન્ધુનગર વિસ્તારના 3.5 કિ.મી જેટલા દરેક રસ્તાઓ પર ફરી કુલ 127 કિલો સામગ્રીના હોમ સાથે યોજવામાં આવશે સાથે યાત્રા પૂર્ણ થયે ફોર વ્હીલર પણ સેનેટાઇઝ કરવામાં આવશે.


આ  કાર્ય માટે શહેરના નામાંકિત સેવાભાવી ઉદ્યોગપતિઓ, હોસ્પિટલના સંચાલકો, એડવોકેટ, ધાર્મિક- સામાજીક સંસ્થાઓના કાર્યકર્તાઓ,રિટાયર્ડ બેન્ક કર્મી, પોલીસ કર્મીઓ, પ્રાધ્યાપકો,અધ્યાપકો,શિક્ષકો સાહિત નાગરિકો એ યથોચિત વિવિધ સ્વરૂપે સહયોગી બની સામાજિક ઋણ અદા કર્યું છે જ્યારે બાકીની સહયોગ રાશિની વ્યવસ્થા પણ થઈ રહેશે તેવો ભરોસો છે તેમ ઓમ ત્રિવેદીએ જણાવ્યું છે. પ્રાચીન વૈદિક પરંપરા અને વૈદિક વિજ્ઞાનને પુનઃસ્વીકારી શહેરના વિવિધ વિસ્તારોમાં આ પ્રકારે યજ્ઞ યાત્રા યોજી મેડીસીનલ સ્મોક દ્વારા પોત પોતાના વિસ્તારો ને સેનેટાઇઝ કરવાં માટે શહેરના યુવાઓ વિચારે તેમજ શક્ય બને તો પોતાના ઘરે નિયમિત માત્ર ગાયત્રી મંત્રની આહુતિ સાથે યજ્ઞ શરૂ કરે તેવી પ્રેરણા આપવાનો આ "યજ્ઞયાત્રા મોડેલ" નો પવિત્ર ઉદ્દેશ છે તેમ ડૉ. ઓમ ત્રિવેદીએ ઉમેર્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application