ભાવનગર મહાપાલિકાએ રેલ્વે સ્ટેશનથી અલકા ટોકીઝ રોડ પરના નડતરરૂપ ગેરકાયદે દબાણો હટાવ્યા

  • February 20, 2023 08:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

૪ પાકા બાંધકામવાળી દુકાન,શેડ તેમજ ઓટલા સહિતના ૮થી વધુ દબાણો દૂર કરાયા


ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આજે સોમવારે સવારે ભાવનગર શહેરના રેલવે સ્ટેશન વિસ્તારથી અલકા ટોકિઝ રોડ પરના નડતરરૂપ દબાણો જેસીબી વડે હટાવવામાં આવ્યા હતા.આથી દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો હતો.


શહેરના વિવિધ વિસ્તારોમાં દબાણો ખડકાયા છે તેથી ટ્રાફિકની સમસ્યા દિવસે વિગત બનતી જાય છે આથી ભાવનગર  મહાનગરપાલિકાના દબાણ  હટાવ સેલ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી દબાણો હટાવવામાં આવી રહ્યા છે .


ભાવનગર મહાનગરપાલિકા દબાણ હટાવ સેલ દ્વારા   આજે સોમવારે સવારે શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાંથી નડતરરૂપ ૪ પાકી બાંધકામવાળી દુકાનોને  જેસીબી વડે હટાવવામાં આવી હતી. આથી દબાણકર્તાઓમાં દોડધામ મચી ગઇ હતી અને ફફડાટ ફેલાયો હતો.


તદુપરાંત રેલ્વે સ્ટેશનથી અલકા ટોકીઝ રોડ પરથી ૨ શેડ અને બે ઓટલાના નડતરરૂપ દબાણો પણ હટાવવામાં આવ્યા હતા.બપોરબાદ શહેરના મોતી તળાવ રોડ પરથી દબાણો હટાવવામાં આવશે તેમ ભાવનગર મહાનગરપાલિકાના આસી.કમિશનર ફાલ્ગુન શાહે જણાવ્યું હતુ.


શહેરમાં છેલ્લા દોઢ માસ ઉપરાંતના સમયથી મ્યુનિસિપલ કમિશનર ની સીધી નિગ્રનીમાં દરરોજ સવારે શહેરના વિવિધ વિસ્તારોમાંથી દબાણો તેમજ રખડતા ઢોર પકડવાની કામગીરી ચાલી રહી છે.જેને નાગરિકોએ આવકારી છે અને તે ચાલુ રાખવા જણાવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application