ભાવનગર જિલ્લામાં ગારીયાઘાર તાલુકા પંચાયતે કોંગ્રેસની આબરૂ સાચવી લીધી

  • March 03, 2021 09:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૧૬માંથી ૧૦ બેઠકો પર કોંગ્રેસના ઉમેદવાર વિજેતા 

 

 

ભાવનગર જિલ્લામાં ૧૦ તાલુકા પંચાયત પૈકી એક માત્ર  ગારિયાધારે રાખી કોંગ્રેસના પંજાની લાજ રાખી છે અને અહીં  શાસન મળ્યું છે. આ પંચાયતની 16 બેઠકમાંથી 10 કોગ્રેસ અને 6 ભાજપને મળી છે.

 

 

ગારીયાધાર તાલુકા પંચાયતની 16 બેઠકમાં 10 બેઠક કોગ્રેસ 6 ભાજપનો વિજય થતા ફરી શાસન કોગ્રેસનુ આવ્યુ છે તેમજ જિલ્લા પંચાયતની 2 સીટ પર 1 કોગ્રેસ 1 ભાજપ નો વિજય થયો છે. જેમાં વેળાવદર જિલ્લા પંચાયતની સીટ પર કોગ્રેસનાં હરજીભાઇ વણઝારાનો વિજય થયો છે. પરવડી જિલ્લા પંચાયત સીટ પર ભાજપના અરવિંદભાઇ ખરાડીનો વિજય થયો છે. ગારીયાધાર ગ્રામ્ય ભાજપ પ્રમુખ વિ.ડી.સોરઠીયાની તાલુકા પંચાયતની સુર નિવાસ સીટ પરથી હાર થઇ છે.

 

 

2015 ગારીયાધાર તાલુકા પંચાયતમાં 16 સીટ પર 14 સીટ પર કોગ્રેસ અને 2 સીટ પર ભાજપનો વિજય થતા કોગ્રેસનુ શાસન તાલુકા પંચાયતમાં રહ્યુ હતુ તેમજ ગત જિલ્લા પંચાયતની બંને સીટ કોગ્રસનો વિજય થયો હતો જ્યારે આ વખતે તાલુકા પંચાયતમાં 10 સીટ પર કોગ્રેસ અને 6 સીટ પર ભાજપનો વિજય થયો છે અને જિલ્લા પંચાયતમાં 1 કોગ્રેસ 1 ભાજપનો વિજય થયો છે.

 

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS