ભાવનગરની જયોત ફાર્માએ ખરીદી હતી નકલી ડ્રગ્સ સાથેની કોરોના સારવારની ફેવીમેક્સ

  • June 01, 2021 02:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજયમાં બનાવટી ફેવિપિરાવિર ડ્રગ્સ ધરાવતી 5850 ટેબલેટનો જથ્થો ઝડપાયો
વેબસાઈટ પર ઓનલાઈન બનાવટી ફેવિપિરાવિર ડ્રગ્સની દવાઓ વેચતા ઉત્પાદક સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના રાજ્ય વ્યાપી દરોડા

 

કોરોના કાળમાં ઈન્જેક્શન અને ઓક્સિજનની કાળાબજારી સામે આવી છે. તે ઉપરાંત મ્યુકોરમાઈકોસિસના ઈન્જેક્શનોની પણ કાળા બજારી કરતાં લોકો ઝડપાયાં છે ત્યારે કોરોનાની સારવારમાં વપરાતી ફેવિપિરાવિર નામના ડ્રગ્સની નકલી બનાવટની દવાઓનો જથ્થો ઝડપાયો છે. રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે રાજ્ય વ્યાપી દરોડા પાડીને ભાવનગર સહિતના ફાર્મા સ્ટોકિસ્ટ પાસેથી આશરે સાત લાખ પચાસ હજાર રૂપિયાની કિંમતની 5850 ટેબલેટનો જથ્થો ઝડપી પાડ્યો છે.

 

 

ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશ્નર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યુ હતુ કે, અમદાવાદની પેઢીએ તેઓની ગુગલ વેબસાઈટ પર ફેવીમેક્સ  400 તથા ફેવીમેક્સ 200 ટેબલેટના વેચાણની જાહેરાત મુકી હતી. આ જાહેરાત અધિકારીઓના ધ્યાને આવતા સમગ્ર પ્રકરણનો પ્રર્દાફાશ થયેલ અને ભાવનગર સહિત રાજ્યમાં દરોડાની કામગીરી સાંજથી લઈ બીજા દિવસ સવાર સુધી કરવામાં આવી હતી. પકડાયેલ દવાઓમાંથી ઔષધ નિરીક્ષક દ્વારા ચકાસણી અર્થે કાયદેસરના નમુના લઈ ખોરાક અને ઔષધ પ્રયોગશાળા, વડોદરા ખાતે મોકલવામાં આવ્યો છે તથા બાકીનો જથ્થો કાયદેસરની કાર્યવાહી અર્થે જપ્ત કરવામાં આવેલ છે.

 

 

આ નકલી દવાને મે.મેક્સ રિલીફ હેલ્થકેર, સોલોન, હિમાચલ પ્રદેશની બનાવટી કંપની દ્વારા ગ્વાલિયર (ઉત્તરપદેશ) સ્થિત દવાની પેઢીમાંથી સુદીપ મુખર્ર્જી નામના ઈસમ મારફતે  ગુજરાત ખાતે મે. મેડીટેબ વર્લ્ડવાઇડ, કાંદીવલી-ઇસ્ટ, મુંબઈ દ્વારા કુલ સાત પેઢીઓને વેચાણ કરવામાં આવતું હતું. ગુજરાત ખાતે સીધુ મે.આર્મેડ ફોર્મ્યુલેશન, સેટેલાઇટ, અમદાવાદ ખાતે સીધુ વેચાણ કરતા હોવાનું અને મે. આર્મેડ ફોર્મ્યુલેશનએ પણ વેબસાઇટ ઉપર જાહેરાત કરતી અન્ય અમદાવાદની કંપની મે. આર. બી.રેમેડીઝ પ્રા. લી., મટોડા, અમદાવાદ અને મે. એનીસમ લાઇફસાયન્સ, મટોડા, અમદાવાદની પેઢીને નકલી દવા વેચાણ કરતા ઝડપી પાડવામાં આવ્યુ છે. આ મે. મેક્સ રિલીફ હેલ્થકેર, સોલોન, હિમાચલ પ્રદેશ ખાતે દવાના ઉત્પાદનના કોઈ પણ પ્રકારના પરવાના ધરાવતી નથી આવા નામની કોઇ કંપની જ હયાત નથી તેમ છતાં આ નકલી કંપની દ્વારા બનાવટી પ્રોડક્ટ લાયન્સ, બોગસ ડ્બલ્યુ એચ.ઓ. જી.એમ.પી સર્ટીફીકેટ  અને મે. કોવેલેન્‍ટ હેલ્થકેર, કોલકત્તા, વેસ્ટ બંગાળના નકલી નામે માર્કેટીંગ કરતા હોવાનું પણ તપાસ દરમ્યાન ધ્યાને આવેલ છે.

 

 

 

ગુજરાતમાં સાત પેઢીમાંથી આ દવા ઝડપાઈ છે તેમાં ભાવનગરની જયોત ફાર્મામાં પણ આ નકલી દવાનો જથ્થો વેચાણ માટે આવ્યો હતો તેમ ગાંધીનગરના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશ્નર દ્વારા જાહેર કરાયેલી યાદીમાં જણાવાયું છે. આ દરોડા મા ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ગાંધીનગરની ટીમ તેમજ અમદાવાદ, રાજકોટ, સુરત અને ભાવનગરના ઔષધ નિરીક્ષકોની ટીમ દ્વારા સંયુક્ત રીતે કામગીરી કરવામાં આવી છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS