કોરાના રિકવરી રેટમાં ભાવનગર મોખરે : વધુ એક ડિસ્ચાર્જ

  • May 22, 2020 10:02 AM 206 views

જિલ્લામાં નોંધાયેલા ૧૧૨ કેસ પૈકી હાલ ૧૮ દર્દીઓ સારવાર હેઠળ 

ભાવનગરમાં મંગળવાર પછી શુક્રવાર સવાર સુધીમાં નવો કોઈ પોઝિટિવ કેસ નોંધાયા નથી. રીકવરી ટકાવારીમાં પણ ભાવનગર હવે સમગ્ર રાજ્યમાં મોખરે છે ત્યારે બોટાદની જેમ ભાવનગર પણ બહુ જલ્દી કોરોના મુક્ત જાહેર થશે તેમ જણાય છે. આ સાથે ગુરૂવારે વધુ એક દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે.

ગત તા.૧૧ મેના રોજ પાલિતાણાના લીંબુવાડી ખાતે રહેતા ૪૯ વર્ષીય વિલાસબેન કિશોરભાઈ સોરઠિયાનો રિપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે ભાવનગર શહેરની સર તખ્તસિંહજી હોસ્પિટલ ખાતે આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયેલા. ત્યારબાદ નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દી સ્વસ્થ જણાતા ગુરૂવારે હોસ્પિટલમાંથી રજા અપાઇ હતી. જિલ્લામાં નોંધાયેલા ૧૧૨ કેસ પૈકી હાલ ૧૮ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ ૮૬ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ ૮ દર્દીઓનું અવસાન થયું છે. ડિસ્ચાર્જ થયેલાને ૭ દિવસ હોમ કોરોન્ટાઈન રહેવું ફરજીયાત છે પરંતુ તેની ચકાસણી કરવામાં આવે છે કે નહીં તે પ્રશ્ન છે .


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application