ચૂંટણી પછી સ્થિતી સ્ફોટક: કોરોના એક્ટિવ પેશન્ટની સંખ્યા 107

  • March 15, 2021 02:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગરમાં કોરોના સંક્રમણમાં સતત વધારા સાથે રવિવારે શહેરમાં નોંધાયા નવા 25 કેસ



ભાવનગરમાં ધારણા મુજબ જ ચૂંટણી પછી કોરોના કેસ વધી રહ્યા છે. ગત અઠવાડીયે એક્ટિવ પેશન્ટની સંખ્યા સતત વધી હતી અને ગઈકાલ રવિવારે તેમાં મોટા વધારા સાથે આ આંકડો 100ને વટાવી ગયો છે. શહેરની ખાનગી હોસ્પિટલોમાં પણ સારવાર લઈ રહેલાઓની સંખ્યા વધી રહી છે. જેનો આંકડો તંત્રની સત્તાવાર યાદીમાં સામેલ નથી.

 


ભાવનગર જિલ્લામા રવિવારે નવા 29 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 6,361 થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમાં 21 પુષ અને 4 સ્ત્રી મળી કુલ 25 લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં સિહોર તાલુકાના વડીયા ગામ ખાતે 1, સિહોર તાલુકાના સણોસરા ગામ ખાતે 1, મહુવા તાલુકાના ભાદ્રોડ ગામ ખાતે 1 તેમજ તળાજા તાલુકાના રાજપરા - 2 ગામ ખાતે 1 કેસ મળી કુલ 4 લોકોના રિપોર્ટ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે. મહાનગરપાલિકા વિસ્તારમા 11 કેસ મળી કુલ 11 કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. આમ જિલ્લામા નોંધાયેલા 6,361 કેસ પૈકી હાલ 107 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામા 69 દર્દીઓનુ અવસાન થયેલ છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS