બાળકીને જન્મ આપ્યા બાદ પ્રસૂતાએ નવજાતને 108માં રાખી મતદાન કર્યું

  • February 22, 2021 03:16 AM 

ભાવનગરના કુંભારવાડા મતદાન મથકે જ્યારે ભર બપોરે એમ્બ્યુલન્સ આવી પહોંચી ત્યારે ત્યાં ઊભેલા સૌ મતદાતાઓના આશ્ચર્યનો પાર ન રહ્યો કારણ કે ત્યાંથી તો કોઈએ ૧૦૮ એમ્બ્યુલન્સને બોલાવી ન હતી. બધા ત્યારે દંગ રહી ગયા જ્યારે 108 એમ્બ્યુલન્સમાંથી 25 વર્ષીય મહિલા વૈશાલીબહેન મકવાણા હાથમાં પોતાની મતદાન સ્લીપ લઈને નગરપાલિકાની ચૂંટણીમાં મતદાન કરવા માટે ઉતર્યા. વૈશાલી બહેને નગરપાલિકાની સર.ટી હોસ્પીટલમાં બાળકીને જન્મ આપ્યા બાદ પોતાના ઘરે જવાને બદલે તુરંત જ મતદાન મથકે મત આપવા જવાનું પસંદ કર્યું હતું. આ વાત જાણી મતદાન મથકે ઉપસ્થિત સૌ મતદાતાઓએ પ્રસૂતાના આ જુસ્સાને બિરદાવ્યો.ખરેખર લોકશાહીની જન્મદાતા ભારતભૂમિ જ હોઈ શકે.
 

વૈશાલીબહેને મતદાન કર્યા બાદ સૌને અપીલ કરતાં જણાવ્યું હતું કે મજબૂત લોકશાહી માટે દરેક નાગરિકે અચૂક મતદાન કરવું જોઈએ.પ્રસૂતિ બાદ સીધાં જ મતદાન કરવા જવાની મારી ઈચ્છાને સર.ટી. હોસ્પિટલના તબીબી સ્ટાફ તેમજ પરિવારજનોએ સહર્ષ સ્વીકારી અને મને મતદાન કરવાની પરવાનગી આપી એ બદલ તેમનો પણ આભાર વ્યક્ત કરું છું.
 

અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે વૈશાલિબહેન જ્યારે મતદાન મથકમાં મતદાન કરવા ગયા ત્યારે તેમની નવજાત બાળકીને 108 ના તાલીમબદ્ધ સ્ટાફે ખૂબ કુનેહથી સાચવી હતી અને બાળકની પૂરતી કાળજી લીધી હતી.તેમજ હોસ્પિટલથી મતદાન મથક સુધીની 108 ની ત્વરિત કામગીરીને લીધે આજે આ મતદાન શકય બન્યું હતું.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS