ભરુચમાં ભરબપોરે જ્વેલર્સની દુકાનમાં ત્રાટક્યા 4 હથિયારધારી લૂંટારું, ધડાધડ કર્યું 4 રાઉન્ડ ફાયરિંગ

  • September 07, 2020 05:22 PM 1741 views


ભરૂચના હાર્દસમા પાંચબત્તી વિસ્તારમાં અંબિકા જ્વેલર્સ નામની દુકાનમાં લૂંટના ઈરાદે લૂંટારું ઘૂસ્યા હતા. અંબિકા જ્વેલર્સના માલિક અને બાજુની કલ્યાણ જ્વેલર્સના માલિકે તેમનો પ્રતિકાર કરતા લૂંટારું ફાયરિંગ કરીને પિસ્તોલ દુકાનમાં જ મુકી અને ભાગી છૂટ્યા હતા. જો કે આ ઘટનામાં કલ્યાણ જ્વેલર્સના માલિક અને અંબિકા જ્વેલર્સના માલિક ઇજાગ્રસ્ત થયા હતા. બંનેને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને પિસ્તોલ સહિતની વસ્તુ કબજે કરી તપાસ હાથ ધરી હતી. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application