અંકલેશ્વરની ફાયનાન્સ કંપનીમાં બંધૂકની અણીએ 4 કરોડના દાગીના અને રોકડની લૂંટ

  • November 09, 2020 03:15 PM 1861 views

ધોળા દિવસે લૂંટ થયાની સનસનાટી મચાવનાર ઘટના ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં બની છે. અંકલેશ્વરમાં 3 રસ્તા સર્કલ પાસે આવેલી ઇન્ડિયા ઇન્ફોલાઇન ફાઇનાન્સની ઓફિસમાં ધોળા દિવસે બંધૂકની અણીએ લુંટ ચલાવવામાં આવી છે. કંપનીમાં હાજર કર્મચારીઓને બંધૂક બતાવી ત્યાંથી અંદાજે 4 કરોડના સોનાના દાગીના અને રોકડ લૂંટી અને લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા.

કંપનીમાં કરોડોના દાગીના અને રોકડની થયેલી લુંટની આ ઘટના CCTVમાં કેદ થઈ છે. પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરુ કરી છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે કંપનીની ઓફિસમાં બંધૂક સાથે 4 લૂંટારૂઓ આવે છે અને ત્યાર બાદ કર્મચારીઓને બંધૂક બતાવી તેમને અંદરના રૂમમાં મોકલી દે છે. 4માંથી 2ના હાથમાં બંધૂક છે જ્યારે એકના હાથમાં કોઈ ધારદાર હથિયાર છે.  

કંપનીની ઓફિસમાંથી 4 કરોડના સોનાના દાગીના અને રોકડ રકમ લઈ અને લૂંટ કરનાર શખ્સો કારમાં ફરાર થઇ જાય છે.  પોલીસે લુંટારુઓને પકડી પાડવા માટે નાકાબંધી કરી એલર્ટ જાહેર કર્યું છે. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application