ભારતના જોવાલાયક સ્થળો અને સંતો-મહંતોના ચિત્રોની માહિતી આપતું ભારતમંદિર

  • November 19, 2020 02:30 PM 255 views

પોરબંદરમાં અનેક ફરવાલાયક સ્થળો આવેલા છે પરંતુ તેમાં છેલ્લા 61 વર્ષથી હજારો પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બનેલ ભારતમંદિર ખૂબ જ અનોખું પર્યટનધામ છે.
ઈ.સ. 1959 માં રાજરત્ન શેઠશ્રી નાનજીભાઈ કાલિદાસ મહેતા પરિવાર દ્વારા બનાવાયેલ ભારત મંદિર એક ઐતિહાસિક ઇમારત છે કે જયાં જોવા-જાણવાનું ઘણુ બધુ હોવાથી પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્રબિન્દુ છે.


ભારતમંદિર વિષે માહિતી
ભારતમંદિર એ ‘ભારતદર્શન’ માટે એક જોવાલાયક સ્થળ છે. પોરબંદરમાં આવતા જોવાલાયક સ્થળોમાં ભારત મંદિર અગત્યનું છે. ભાગ્યે જ કોઈ પ્રવાસી તેની મુલાકાત લેવાનું ચૂકતા હશે. ભારત મંદિરમાં મધ્યમાં સંગેમરમરમાંથી બનાવવામાં આવેલો સુંદર નકશો આવેલો છે. આ ભવનમાં જુદા-જુદા સ્તંભો પર ભારતના મહાન સંતો-મહંતો, નેતાઓ, મહાનુભાવો વગેરેઓની પ્રતિમાઓની સુંદર કોતરણી છે અને આ સ્તંભો પર માનવ સંસ્કૃતિના બેજોડ નમુના જોવા મળે છે. અહીં સમગ્ર ભારતના સુંદર સ્થળોના ચિત્રો પણ છે.


સંતો-મહંતો, મહાનુભાવોની પ્રતિમા
ભારતમંદિરમાં મહાન સંતો-મહંતો, નેતાઓ અને મહાનુભાવોની પ્રતિમાઓની સુંદર કોતરણી કરેલી છે જેમાં મહાવીર સ્વામી, મહારથી કર્ણ, પૃથ્વીરાજ ચૌહાણ, મહારાણા પ્રતાપ, સમ્રાટ અશોક, ભક્ત સુરદાસ, તુલસીદાસ, કબીર, રવિન્દ્રનાથ ટાગોર, ગાંધીજી, દ્રૌપદી અને મીરાંબાઈ સહિત નાનજીભાઈ કાલિદાસ મહેતાના પિતા કાલિદાસ અને માતા જમનાબેનની મૂર્તિ પણ છે.


ભારતના પર્યટનસ્થળના ચિત્રો
ભારત મંદિરમાં મદ્રાસના પોંડીચેરીમાં આવેલ અરવિંદ આશ્રમ, ગોવાની તોપ વચ્ચે સૂયર્સ્તિ, મહારાષ્ટ્રનો સિંહગઠ અને વિઠ્ઠોબા મંદિર, જોધપુરનો કિલ્લો, દક્ષિણ ભારતના ક્ધયાકુમારી, કાશ્મીરના નિશાંત બાગ, દાલ સરોવર, બીજાપુરના ગોલગુંબજ, પશ્ર્ચિમ બંગાળ-કલક્તાનું વિક્ટોરીયા મેમોરીયલ, દિલ્હીનો લાલ કિલ્લો, આગ્રાનો તાજમહેલ તેમજ બિહારના બુદ્ધગયા સહિતના પર્યટનસ્થળોના આબેહુબ ચિત્રો અહીં પર્યટકો નિહાળે છે તેમજ તે સ્થળો ક્યાં આવેલા છે તેની માહિતી મેળવે છે.


સુંદર બગીચો
ભારત મંદિરમાં સુંદર બગીચો આવેલો છે જેમાં પક્ષીઓનો કલરવ, ઘટાદાર વૃક્ષો, કુદરતી વાતાવરણનો અનુભવ થાય છે અને શાંતિ મળે છે.


ભારતમંદિરનો હેતુ
ભારત મંદિરમાં ભારતવર્ષના ઋષિમુનિઓ, સાધુ-સંતો, દેશભક્તો, વીર રત્નો, નારી રત્નો અને રાષ્ટ્રનિમર્તિાની મૂર્તિ એ હેતુથી સ્થાપિત કરવામાં આવી છે કે એમનામાંથી પ્રેરણા અને પ્રોત્સાહન મેળવીને આપણું જીવન પવિત્ર અને ઉજ્જવળ બનાવી શકીએ.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application