2થી 18 વર્ષના બાળકો પર કોરોના રસીના ટ્રાયલ માટે ભારત બાયોટેકને મળી મંજૂરી

  • May 12, 2021 10:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતમાં અત્યારે કોરોના વાયરસની બીજી લહેર કહેર વર્તાવી રહી છે. તેની સાથે દેશમાં વેકસીનેશન પણ ચાલી રહ્યું છે. તેવામાં નિષ્ણાંતોએ જણાવ્યું છે કે જો દેશમાં ત્રીજી લહેર આવે છે તો તે બાળકોને વધારે પ્રભાવિત કરશે. તેવામાં એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. 

 

 

કોરોના રસીથી સંબંધિત સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીને મંગળવારે ભારત બાયોટેકની કોવેક્સીનનું 2થી 18 વર્ષના બાળકો પર ટ્રાયલ કરવા માટે અરજી કરી છે. આ અરજીને મંજૂરી પણ મળી ચુકી છે. આ ક્લીનિકલ ટ્રાયલમાં 525 બાળકોનો સમાવેશ થઈ શકે છે. આ ટ્રાયલ દિલ્હી એમ્સ, પટના એઈમ્સ, નાગપુરના હોસ્પિટલોમાં થશે. સમિતિની અરજી અનુસાર ભારત બાયોટેકને ફેઝ 3નું ટ્રાયલ શરુ કરતા પહેલા ફેઝ 2નો સંપૂર્ણ ડેટા શેર કરવો પડશે. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021