કોરોના સામે જંગ જીતવા દિલ્હીમાં 75 ડોકટર્સ મેદાને : નાકથી નાખવાની દવા તૈયાર કરશે ભારત બાયોટેક

  • November 17, 2020 07:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશભરમાં ફરીથી કોરોના વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે ત્યારે વધતા જતા સંક્રમણને રોકવા માટે દિલ્હીમાં પેરામિલિટ્રી ફોર્સના 75 ડોકટર્સ અને 250 પેરામેડિકલ સ્ટાફે કમાન સંભાળી લીધી છે. આ તમામ CAPF, RAF તેમજ અન્ય પેરામિલિટ્રી ફોર્સમાંથી આવે છે. દેશભરમાંથી એક નિષ્ણાંતની ટીમ પસંદ કરીને ગૃહમંત્રી અમિત શાહે સ્પેશિયલ દિલ્હીમાં કોરોના દર્દીઓના ઈલાજ માટે બોલાવ્યા છે.

 

જ્યારે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ની સાથે કોરોનાની રસી બનાવનાર ભારત બાયોટેકની વેક્સિનના ત્રીજા તબક્કાનું ટ્રાયલ શરૂ થઈ ગયું છે. કંપનીના CEO કૃષ્ણા એલ્લાએ જણાવ્યું કે, ‘વેક્સિનના ત્રીજા તબક્કાનું ટ્રાયલ 26,000 લોકો પર કરવામાં આવશે. આ ઉપરાંત અમે એક એવી દવા પણ બનાવી રહ્યાં છે, જે નાકથી ડ્રોપ તરીકે દર્દીઓને આપવામાં આવશે. આ દવાનું ઉત્પાદન આવતા વર્ષથી થશે, હાલ તે દવા પરિક્ષણ હેઠળ છે.

 

દેશભારમાંથી દિલ્હી પહોંચેલા ડોકટર્સ અને પેરામેડિકલ સ્ટાફમાં આસામ, તમિલનાડુ, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડથી નિષ્ણાંતો ગયા હોવાની માહિતી મળે છે. ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોના દર્દીઓનો આંકડો 88 લાખને પાર થઈ ગયો છે. જેમાં 4 લાખ 53 હજાર 517 દર્દીઓની સારવાર ચાલી રહી છે, જ્યારે 82 લાખ 87 હજાર 930 લોકો સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા છે. સંક્રમણને કારણે મૃત્યુ પામનારનો આંકડો 1 લાખ 30 હજારથી વધુનો થયો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS