ભાલની દુર્દશા : ઘુંટણ સમાણા પાણીમાં નીકળી નનામી

  • September 16, 2020 09:23 AM 157 views

સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ થયો છે અને ભાવનગર જિલ્લાના ભાલ પંથકના ગામોમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયું છે. આ ભાલ પંથકમાં આવેલા ખેતાખાટલી ગામમાં વરસાદ રોકાયાને 15 દિવસ બાદ પણ આ પાણી ઓસર્યું નથી. ગામલોકોના જણાવ્યા અનુસાર ભાલ પંથકમાંથી પસાર થતી ઘેલો અને કાળુભાર નદીના વહેણના આડે મીઠાના અગરના પાળા થઈ જતા આસપાસના ગામોમાં પાણી ભરાઈ ગયા છે અને આ વરસાદનું પાણી હજૂ સુધી ઓસર્યું નથી. આ સ્થિતિમાં ખેતાખાટલી ગામલોકોને મંગળવારે નનામી પણ ઘુંટણ સમાણા પાણીમાંથી કાઢવાની ફરજ પડી હતી. ગામમાં 70 વર્ષીય મહિલાનું મૃત્યુ થયા બાદ તેમની અંતિમ યાત્રા ઘુંટણ સમાણા પાણીમાંથી કાઢવાની ફરજ પડી હતી. મૃતક મહિલાની નનામીને પરિવારજનો પાણીમાં ચાલીને અગ્નિ સંસ્કાર કરવા માટે પહોંચ્યા હતા. અગ્નિસંસ્કાર સ્થળ પર પણ પાણી ભરાયેલું હોવાને કારણે ગોઠણડૂબ પાણીમાં ઉભા રહીને અંતિમ વિધિ કરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application