ગિરીપૂજાની દલીલોમાં ભાગવત મેદાન મારે છે

  • October 28, 2020 02:04 AM 294 views


ગોવર્ધન પર્વતની પૂજા શા માટે કરવી જોઈએ તેની દલીલો હરિવંશમાં બહુ જ સામાન્ય છે પણ ભાગવતમાં તે ફિલોસોફિકલ ઉંચાઈને આંબે છે
કૃષ્ણના પરાક્રમોના વર્ણનમાં મહાભારત અને હરિવંશ થોડા રેશનલ રહે છે. દૂર્યોધનની વિષ્ટી સભામાં શ્રીકૃષ્ણએ પોતાના વિરાટ સ્વપ દર્શન કરાવ્યું એનું વર્ણન મહાભારતમાં બઢાવી ચઢાવીને કરી શકાયું હોત પણ લાંબું વર્ણન જ નથી કરવામાં આવ્યું. માત્ર આઠ જ શ્ર્લોકમાં વિરાટ દર્શનને સમાવી દેવામાં આવ્યું છે. વિસ્તૃત વર્ણન ભાગવત ગીતા માટે જાણે બાકી રાખવામાં આવ્યું છે. વિરાટ દર્શન અને વિશ્ર્વપ દર્શનમાં ભેદ છે. વિરાટ દર્શનમાં શરીરમાં માત્ર દેવતાઓ, પાંડવો અને યાદવ વીરો જ દેખાય છે. વિરાટપ દેખાડયા પહેલા કૃષ્ણએ દૂર્યોધનને કહ્યું હતું કે મને એકલો માનીને કેદ પકડવા માંગતા હો તો સમજી લેજે કે હું એકલો નથી અને પછી પોતાનામાં દેવો, મનુષ્યો સમાયેલા છે તે દેખાડયું છે.


હરિવંશમાં કૃષ્ણના નરકાસુર, બાણાસુર, શાલ્વ, પોંડ્ર વગેરે સાથેના યુધ્ધના વર્ણનો પણ ઘણા રેશનલ છે. ભાગવત ચમત્કૃતિભયર્િ વર્ણનો કરે છે, કૃષ્ણને પરમાત્મા તરીકે વર્ણવીને તેના કાર્યોને પ્રશ્ર્ન અને શંકાની હદથી દૂર રાખે છે. હરિવંશ અને મહાભારતમાં સાંખ્ય પડઘાય છે, બુધ્ધિ ચમકે છે, ભાગવતમાં ભક્તિનો સાગર છે. એ કૃષ્ણની લીલાઓનું ગાન કરતી વખતે ભક્તિમાં એવું ડૂબી જાય છે કે કૃષ્ણ સિવાય કશું તેને દેખાતું નથી. કૃષ્ણના મહિમાગાનની સાથે ભક્તિનો મહિમા તેમાં સતત ગવાયો છે. કૃષ્ણના વિરોધીઓને પણ ભાગવત તેના ભકતો ગણાવી દેતાં અચકાતું નથી. આવું ભાગવત જયારે ઈન્દ્રયાગ બંધ કરવા માટેની કૃષ્ણની દલીલો રજૂ કરે છે ત્યારે અદ્ભૂત તર્કયુકત બની જાય છે. તેની દલીલો સાંખ્યની ઉંચાઈને આંબી જાય છે. ગીતા જેવું જ્ઞાન તેમાંથી ટપકવા લાગે છે અને હરિવંશમાં આ જ દલીલો એકદમ સ્થુળ છે. સામાન્ય રીતે તર્કબધ્ધ દલીલો આપનાર હરિવંશ અહીં નબળું પડે છે.
ગોવાળિયાઓમાંના એક વરિષ્ઠ ગોવાળે કહ્યું કે ‘કુલપરંપરાથી આપણે દેવોના ઈશ્ર્વર એવા ઈન્દ્રને પ્રસન્ન કરવા આ યજ્ઞ કરીએ છીએ. ઈન્દ્ર જ બધાના પાલક છે અને ઈન્દ્ર જ વરસાદ વરસાવે છે, મેઘથી ઘાસચારો, ધનધાન્ય પાકે છે અને સૃષ્ટિનું પોષણ થાય છે.’ તેનો જવાબ હરિવંશમાં કૃષ્ણ એવો આપે છે કે આપણે ખેડૂતો નથી, ગોવાળ છીએ. ખેતીને વરસાદની જર પડે. ખેતરની સીમા પુરી થતાં ગામની સીમા પુરી થાય છે અને વનની સીમા શ થાય છે. વનની સીમા પુરી થતાં પર્વતો શ થાય છે. આપણા માટે વન અને પર્વત જ સર્વસ્વ છે, આપણે ગામડાંમાં વસનારા નથી. બ્રાહ્મણોએ મંત્રોપી યજ્ઞ કરવા જોઈએ, ખેડૂતોએ ખેતીપી યજ્ઞો કરવા જોઈએ અને આપણે ગોવાળોએ પર્વતોને પ્રસન્ન કરવા ગિરીયજ્ઞો કરવા જોઈએ. એટલે ચાલો, આપણે ગિરીપૂજન અને ગિરીયજ્ઞો કરીએ. ઈન્દ્રોત્સવ કરતાં મને આ ગિરીયજ્ઞ વધુ યોગ્ય લાગે છે. ઈન્દ્રયજ્ઞની સામગ્રીથી જ પર્વતયજ્ઞ પણ થઈ શકશે. શરદઋતુના ફૂલોની માળાઓ પહેરેલી આપણી ગાયો આ ગોવર્ધન પર્વતની પ્રદક્ષિણા કરશે. આપણે ગોવર્ધન અને ગાયોની પૂજા કરવી જોઈએ. ચાલો, ગાયોને શણગારો, જેમ દેવતાઓ પોતાના નાયક ઈન્દ્રની પૂજા કરે છે તેમ આપણે આપણા ગોવર્ધનગિરીની પૂજા કરીએ. જો આ ગિરીયજ્ઞ કરવાની તમારી ઈચ્છા નહીં હોય તો હું બળપૂર્વક તે કરાવીશ જ. જો તમને મારા પર પ્રીતિ હોય તો ગિરીયજ્ઞ કરે.


આ દલીલો નબળી છે. વષર્નિી જર માત્ર ખેતીને જ નથી હોતી, વનરાજી અને ઘાસચારો પણ વરસાદને લીધે જ વિકસે છે. પણ, અત્યાર સુધીના કૃષ્ણના કાર્યોથી અભિભૂત ગોપજનોએ વિરોધ ન કર્યો. તમારી પાસે બળપૂર્વક ગિરીયજ્ઞ કરાવીશ એવાં તારા વચનોએ અમને આશ્ર્ચર્યમાં નાખી દીધા છે એવું કહીને ઉમેર્યુ કે તું મનુષ્યોમાં ઉત્તમ છે, તારી બરોબરી કોઈ કરી શકે તેમ નથી તો તારી વાતને કોણ ઉથાપી શકે. આપણે ઈન્દ્રયજ્ઞને બદલે આજથી જ ગિરીયજ્ઞ કરીએ.
આ જ વાતની શઆત ભાગવતમાં ફિલોસોફીથી થાય છે. કૃષ્ણનો પ્રશ્ર્ન જ ફિલોસોફીથી ભરપૂર છે. ઈન્દ્રયજ્ઞ શા માટે કરો છો એવું કૃષ્ણ નંદબાવાને પૂછે અને ઉમેરે છે કે આ સંસારના લોકો જાણ્યે અજાણ્યે કર્મ કરતાં જ રહે છે તેમાં સમજી વિચારીને કર્મ કરનાર મનુષ્યોના કર્મો સફળ થાય છે. તેથી તમે જે કર્મ કરી રહ્યા છો તે માત્ર પરંપરા મુજબનું લૌકિક કાર્ય છે કે વિચારપૂર્વકનું છે તે મને જણાવવાની કૃપા કરો. નંદબાવાએ પણ પરંપરાનો હવાલો આપતા એ જ કહ્યું કે ઈન્દ્ર મેઘ વરસાવે છે તેનાથી સૃષ્ટિનું પોષણ થાય છે એટલે ઈન્દ્રની પૂજા કરીએ છીએ. જે મનુષ્ય કામ, ભય, લોભ અથવા દ્વેષથી પરંપરાગત ધર્મ તજી દે છે તેનું શુભ થતું નથી. કૃષ્ણના જવાબની શઆત કરતાં પહેલા ભાગવતકારે શુકદેવજીના મુખમાં શબ્દો મુકયા છે કે ઈન્દ્રને ગુસ્સે કરવા કેશવે નંદબાવાને કહ્યું. પણ, કૃષ્ણના જવાબમાં કયાંય એવું નથી લાગતું કે તે ઈન્દ્રને ગુસ્સે કરવા માટે હોય. તેમાંથી તો શુધ્ધ તર્ક અને વેદાંતનું જ્ઞાન ટપકે છે. કર્મની પ્રતિષ્ઠા તેના જવાબથી થાય છે. પ્રાણીઓ પોતાના કર્મો પ્રમાણે ઉત્પન્ન થાય છે, કર્મ અનુસાર જ મરે છે. કર્મ પ્રમાણે જીવનમાં સુખ, દુ:ખ, કલ્યાણ વગેરે પ્રાપ્ત કરે છે. આમ કહ્યા પછી કૃષ્ણ જે વાત કહે છે તે વાતથી ઘણા નિરીક્ષકોને કૃષ્ણની આ દલીલ નિરિશ્ર્વરવાદી લાગે છે. કૃષ્ણ કહે છે, ‘જો કોઈ ઈશ્ર્વર છે તો કર્મફળ આપનારો તે ઈશ્ર્વર પણ કર્મ કરનારને જ ફળ આપે છે.’ અસ્તિ યેદીશ્ર્વર: જો કોઈ ઈશ્ર્વર હોય તો અહીં કૃષ્ણ ઈશ્ર્વરના અસ્તિત્વ સામે જ પ્રશ્ર્ન ઉઠાવતા હોય એવું ઉપર ઉપરથી લાગે છે. પણ અહીં કૃષ્ણ કર્મનું મહત્વ સ્થાપિત કરી રહ્યા છે, ઈશ્ર્વર પર શંકા ઉઠાવી રહ્યા નથી. કૃષ્ણના સમગ્ર દર્શનમાં કયાંય ઈશ્ર્વરના અસ્તિત્વ સામે શંકા નથી. એ તો પોતે શ્રીમદ્ ભાગવત ગીતામાં પરમાત્માને સમજાવે છે. પરબ્રહ્મને સમજાવવામાં તેઓ પુનરોક્તિ કરતાં પણ અચકાતા નથી. જો ઈશ્ર્વર છે તો એવું કહેવાની સાથે જ મનુષ્ય પોતાના સ્વભાવને અનુસરે છે, સ્વભાવને જ આધિન છે, આ સમગ્ર જગત સ્વભાવમાં જ સ્થિર છે. સ્વભાવસ્થમિદં. આવા જ વાકયો નિરિશ્ર્વરવાદી ચાવર્કિે વાપયર્િ છે. ભાગવત બહુ પાછળથી રચાયું છે. એટલે એમાં નાસ્તિક દર્શનનો આટલો અંશ આવી ગયો હોય એ સંભવ છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application