જેનિફર વિગેંટની ફિલ્મ બેહદ–૨ સિરિયલ થશે બંધ, આ તારીખે હશે છેલ્લો એપિસોડ

  • March 03, 2020 10:53 AM 796 views

ટીવી અભિનેત્રી જેનિફર વિંગેટનો પોપ્યુલર ટીવી શો બેહદ–૨ હવે ટૂંક સમયમાં ટીવીમાંથી ગાયબ થઈ જશે. ચેનલે આ શોને ઓફ એર કરવાનો નિર્ણય લીધો છે. સોની ચેનલ પર પ્રસારિત થતાં આ શોમાં જેનિફરની સાથે શિવિન નારગં અને આશીષ ચૌધરી લીડ રોલમાં છે. આ શોનો અંતિમ એપિસોડ ૧૩ માર્ચે પ્રસારિત થશે.


એક સૂત્રએ કહ્યું કે આ શો ટીઆરપી હાંસલ કરવામાં નિષ્ફળ રહ્યો છે અને તેના કારણે ચેનલે રાતોરાત આ શોને હટાવવાનો નિર્ણય લીધો છે પરંતુ આ શોને ચેનલની એપ ઉપર ખાસ્સી લોકપ્રિયતા મળી રહી છે. જો કે આ શો ડિઝિટલ પ્લેટફોર્મ ઉપર આવતો રહેશે.


બેહદ–૩ ઓફ એર થવાની જાણ કલાકારોને પણ કરી દેવામાં આવી છે. જો કે ચાહકો માટે આ અહેવાલ દુ:ખી કરનારો છે પરંતુ સારી વાત એ પણ છે કે શો હવે ડિઝિટલ પ્લેટફોર્મ ઉપર જોવા મળશે. ઉલ્લેખનીય છે કે શોની પહેલી સીઝન સુપરહિટ રહી ચૂકી છે જેમાં જેનિફર સાથે કુશલ ટંડન જોવા મળ્યો હતો. 


બેહદ–૨ બીજી સપ્ટેમ્બર ૨૦૧૯થી ટીવી પર પ્રસારિત થવાનો શરૂ થયો હતો. આ શોમાં ચાહકોને માયાનો નવો અવતાર જોવા મળ્યો હતો. આ શો દરમિયાન જેનિફરે માયાનું પાત્ર ભજવ્યું હતું જેણે માત્ર કાળા કપડાં જ પહેર્યા હતા.