નકલી મેકઅપથી બચજો નહીતો સુંદર થવાના સ્વપ્ન રોળાઈ જશે

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મેકઅપ મહિલાની કુદરતી સુંદરતાને વધારે છે. આ સિવાય મેકઅપ ચહેરામાં રહેલી ખામીઓને છુપાવવા મદદગાર બનતો હોય છે. આવું ત્યારે જ બની શકે ત્યારે તમારા મેકઅપની પ્રોડક્ટ સારી ક્વોલિટીની હોય. ઘણી વખત એવું થાય છે કે મહિલાઓ બ્રાન્ડેડ મેકઅપ પ્રોડક્ટ સમજીને મોંઘા અને નકલી મેકઅપ પ્રોડક્ટની ખરીદી કરી લેતી હોય છે, જેની તેને ખબર પણ નથી પડતી. નકલી મેકઅપ પરફેક્ટ અને સ્મૂધ લુક આપતો નથી. આ માટે જરૂરી છે કે તમે અસલી અને નકલી મેકઅપ પ્રોડક્ટની ઓળખ કરતા શીખી જાવ.

 

લાઇસન્સ પ્રાપ્ત દુકાનોમાંથી જ મેકઅપની પ્રોડક્ટની ખરીદી કરવી જોઈએ્ બ્રાન્ડેડ પ્રોડક્ટ હંમેશા લાઇસન્સ પ્રાપ્ત રિટેલર્સ દ્વારા જ કરવામાં આવતી હોય છે. જો ઓનલાઇન બ્રાન્ડેડ પ્રોડક્ટ ખરીદી રહ્યા છો તો તેની અધિકૃત વેબસાઈટ પર જાઓ. લાયસન્સ વિનાની દુકાનોમાંથી ઉપલબ્ધ નકલી મેક-અપ ઘણો સસ્તો મળી શકે છે.

 

જેટલું પણ થઈ શકે બનાવટી શોપિંગથી બચવું જોઈએ. કંપની દ્વારા એવો દાવાઓ કરવામાં આવે છે કે તેમનો  મેકઅપ પ્રોડક્ટ ૧૦૦ ટકા ઓરીજનલ છે, સાથે-સાથે મેકઅપ પ્રોડક્ટ ખરીદવા માટે ઘણી ઓફર્સ પણ આપવામાં આવે છે. પરંતુ ઓનલાઈન ખરીદી વખતે ન પેકેજીંગની તપાસ કરી શકાય છે ન તો ક્વોલિટી ચેક કરી શકાય છે.

 


પેકેજીંગ દ્વારા પણ અસલી અને નકલી મેકઅપ પ્રોડક્ટની ઓળખ થઇ શકે છે. ઓછી ગુણવત્તા વાળા પ્લાસ્ટિક અને ફિકકા રંગ તથા ખરાબ ફીટીંગ વાળા મિરર નકલી મેકઅપ પ્રોડક્ટ તરફ ઇશારો કરે છે, જ્યારે કેટલાંક ઉત્પાદનોના તો નામ પણ સાચી રીતે લખવામાં આવેલ નથી હોતા. આ માટે કોઈપણ પ્રોડક્ટ ખરીદી કરતા પહેલા આ બધી બાબતોનું ધ્યાન જરૂર રાખવું જોઈએ.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS