સેન્સિટીવ ત્વચા ધરાવો છો ? આ ઘરેલૂ ફેસપેક ત્વચાની રાખશે કાળજી

  • September 16, 2020 12:44 PM 614 views

આજકાલના તણાવભર્યા માહોલમાં ત્વચાનું ધ્યાન રાખવું ખુબ જરૂરી બની ગયુ છે. તેમાં પણ જો તમારી ત્વચા સેન્સિટીવ હોય તો તમને વધારે તકલીફ પડે છે. સેન્સિટીવ સ્કીન ધરાવતા લોકોને બજારમાં મળતી પ્રોડક્ટ પણ નુકસાન પહોંચાડે છે. જેના કારણે તેમને ખીલ, ડાઘાઓ, કરચલી, ડાર્ક સર્કલ્સ જેવી સમસ્યોઓ થાય છે. એવામાં ઘરે બનાવેલા ફેસ માસ્ક તમારી સ્કીનને સુંદર બનાવવાના સાથે તેને પોષણ પણ આપે છે.



એલોવેરા જેલ ફેસપેક

 

એક વાટકીમાં ઝીણી સમારેલી કાકડી અને એલોવેરા જેલ મિક્ષ કરીને સ્મૂધ પેસ્ટ તૈયાર કરી લેવી. આ પેસ્ટને ચેહરા અને ગળા પર લગાવવું. તેને 15-20 મિનિટ સુધી સૂકાવા દેવું. ત્યારબાદ તેને પાણીથી ધોઈ નાખવું અને ચહેરાને રૂમાલથી સાફ કરી લેવો.

 

ઓટ્સ ફેસપેક

 

એક વાટકીમાં બે ચમચી ઓટ્સ પાઉડર અને બે ચમચી દહીં મેળવી મિશ્રણ તૈયાર કરવું. તેને ચહેરા પર 15-20 મિનિટ સુકાવી રાખવું. ફેસપેક સુકાઈ ગયા બાદ હુંફાળા પાણીમાં ટુવાલને બોળીને તેને હલ્કા હાથે સાફ કરવું. તેનાથી તમારી ત્વચાને પોષણ મળશે.

 

મધ ફેસપેક

 

સૌથી પહેલા એક પેનમાં પાણીની સાથે ગાજર નાખીને તેને થોડા બાફી લેવા. પછી ગાજરને પાણીમાંથી કાઢીને તેની પેસ્ટ તૈયાર કરી લેવી. આ પેસ્ટમાં એક ચમચી મધ નાખવું. તેને સરખી રીતે મિક્ષ કરીને ચહેરા અને ગળા પર મસાજ કરવું. 15 મિનિટ રાખીને ચહેરાને પાણીથી ધોઈ લેવો.   


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application