શ્રેષ્ઠ કસરત 'Walking' ; વજન ઘટાડવાની સાથે મગજને પણ કરખ છે સતેજ

  • March 18, 2021 10:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 
 

ઝડપથી બદલાઇ રહેલી દુનિયામાં આજે દરેક માટે વાહનની સુવિધા ઉપલબ્ધ થઈ છે. મોટાભાગના લોકો પાસે મોટરસાયકલ છે, તો અનેક લોકો પાસે વાહન વ્યવહાર માટે કારની સુવિધા પણ છે. આજની ઝડપી જિંદગીમાં મોટાભાગના લોકો સમય બચાવવા માટે પોતાની ઓફીસ, સ્કુલ અથવા તો માર્કેટમાં જવા માટે વાહન વ્યવહારનો જ ઉપયોગ કરતા થયા છે. આમ કરવાથી સમય તો બચે છે પરંતુ લોકો વોકિંગ કરવાનું સાવ જ ભૂલી રહ્યા છે. તાજેતરમાં થયેલા એક સંશોધનમાં ચાલવાથી થતા અનેક શારીરિક ફાયદાઓ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આ રિસર્ચ અનુસાર જો તમે દરરોજ વોકિંગ કરો છો તો તેનાથી અનેક બીમારીઓનું જોખમ ઓછું થઈ જાય છે. 

 

 


બ્રેઈન સ્ટ્રોક : 

ડોક્ટર દ્વારા અવારનવાર મોર્નિંગ વોક પર જવાની સલાહ આપવામાં આવતી હોય છે. આમ કરવાથી તમને સવારની તાજી હવાનો આનંદ મળે છે, તો સાથે જ તમારો મૂડ પણ ફ્રેશ થઈ જાય છે. પરંતુ શું તમને ખબર છે મોર્નિંગ વોક કરવાથી બ્રેઇન સ્ટ્રોક જેવી જીવલેણ સ્થિતિમાંથી પણ બચી શકાય છે? તમને જાણીને નવાઈ લાગશે કે જો તમે સપ્તાહમાં કુલ બે કલાક પણ વોકિંગ કરો છો તો તેનાથી બ્રેઇન સ્ટ્રોકનું જોખમ મહદઅંશે ઓછું થઈ જાય છે. 

 

 


વજન ઘટાડવા માટે : 

જે લોકોને વધારે વજનની સમસ્યા છે તેમના માટે વોકિંગ એ શ્રેષ્ઠ કસરત છે અને ડોક્ટરો દ્વારા પણ વજન ઘટાડવાની ટિપ્સમાં વોકિંગ કરવાની સલાહ અચૂક આપવામાં આવતી હોય છે. હકીકતમાં વોકિંગ કરવાથી શરીરમાંથી પરસેવો ખૂબ જ ઝડપથી બહાર નીકળે છે જે ચરબીને ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે. એટલું જ નહીં જો તમે દરરોજ એક કલાક ચાલો છો તો વજન વધવાની સમસ્યા તમારાથી જોજનો દૂર રહેશે.

 

 


ડિપ્રેશન :
ઘણી વખત ઓફિશિયલ વર્ક, ઘરનું કામકાજ સહિતની અનેક બાબતોને કારણે ડિપ્રેશનની સ્થિતિ સર્જાઈ શકે છે, આવી પરિસ્થિતિમાં દરરોજ વોકીંગ કરવાથી પણ ડિપ્રેશનની સમસ્યાને દૂર રાખી શકાય છે. ડિપ્રેશનની સમસ્યાથી બચવા માટે દરરોજ 30 મિનિટ સુધી વોકિંગ કરવું જોઈએ. વોકીંગ કરવાથી આપણા શરીરની તમામ કોશિકાઓની એક્સરસાઇઝ થઈ જાય છે અને તેનો મગજ પર ઘણી હકારાત્મક અસર જોવા મળે છે. 

 

 

મગજ સતેજ કરે છે :

મગજને સતેજ કરવા માટે તમે વિવિધ પ્રકારના ફૂડ્સનો ઉપયોગ કરતા હોવ છો. પરંતુ કોઈ પણ પ્રકારના ફૂડનો ઉપયોગ કર્યા વગર મગજને સતેજ કરવું હોય તો દરરોજ વોકિંગ કરવાની ટેવ અવશ્ય રાખવી. આ માટે સપ્તાહમાં ઓછામાં ઓછી 40 મિનિટ સુધી વોકિંગ કરવું જરૂરી છે, તેનાથી તમારા મગજ પર સકારાત્મક અસર થશે અને તમારા મસ્તિષ્કની કાર્યક્ષમતાનો પણ વિકાસ થશે.‌

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS