બેંગલુરુની કંપનીએ બનાવી કોરોનાના ટેસ્ટ માટેની રેપિડ કીટ, ઘર બેઠા લોકો જાતે કરી શકશે ટેસ્ટ

  • April 05, 2020 09:06 AM 1217 views

 

બેંગલુરુ સ્થિત સ્ટાર્ટઅપ બાયોન ભારતની પહેલી 'રેપિડ' એટ-હોમ કોવીડ -19 સ્ક્રિનિંગ કીટ લોન્ચ કરી છે. જેનો દાવો છે કે આ કીટથી 5-10 મિનિટમાં જ પરિણામ આવે છે. આ કીટને ઈન્ડીયન કાઉન્સીલ ઓફ મેડિકલ રિચર્સએ મંજૂરી પણ આપી છે. આ કીટથી ટેસ્ટ કરવા માટે  આલ્કોહોલ સ્વેબથી આંગળી સાફ કરવાની હોય છે અને કીટ સાથે આવેલી સોયથી આંગળીમાંથી બ્લડ લઈ અને કીટમાં દર્શાવેલા સ્થાન પર સેમ્પલ મુકવાનું રહે છે. ત્યારબાદ બ્લડ સેમ્પલના આધારે તેમાં રિઝલ્ટ જોવા મળે છે.  આ કીટની કીંમત 2000થી 3000 હોય શકે છે. કંપનીનું કહેવું છે કે આ કીટ દરેક માટે અફોર્ડેબલ હશે અને ટેસ્ટ માટે તેમને ઘરની બહાર પણ જવું પડશે નહીં. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application