બંગાળી કારીગર ૭૦ તોલા સોનું ઉઠાવી ગયો, પોલીસે માત્ર અરજી લીધી

  • July 27, 2021 05:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સોની બજારમાં અનિલ ચેમ્બરમાં આવેલી મલિક જવેલર્સનો બનાવ: ચાર વર્ષથી અહીં કામ કરનાર સુમનદાસ વહેલી સવારના સોનું ઉસેડી દુકાનમાં બહારથી તાળાં લગાવી નાસી ગયો: બાજુના દુકાનદારોએ મળી અહીં પુરાઈ ગયેલા અન્ય કારીગરોને બહાર કાઢા

 


શહેરના સોની બજારમાંથી વધુ એક બંગાળી કારીગર મોટી માત્રામાં ઉઠાવી સોનુ ઉઠાવી નાસી ગયો છે. સોની બજારમાં માંડવી ટાવર પાસે આવેલી અનિલ ચેમ્બરમાં વહેલી સવારના બંગાળી કારીગર મલિક જવેલર્સ નામની દુકાનમાં બહારથી તાળું મારી અંદાજિત . ૪૦ લાખનું ૭૦ તોલા(૭૦૦ ગ્રામ) સોનું ઉઠાવી નાસી ગયો હતો. દુકાનમાં પુરાઈ ગયેલા બંગાળી વેપારી સહિતનાને બાજુમાં દુકાન ધરાવનાર વ્યકિત હોય બહાર કાઢા હતા બાદમાં આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી પરંતુ પોલીસે રાબેતા મુજબ ફરિયાદ લેવાને લીધે માત્ર અરજી લઈ તપાસ આગળ વધારી છે.

 


જાણવા મળતી વિગતો મુજબ શહેરના સોની બજાર વિસ્તારમાં માંડવી ટાવર પાસે આવલી અનિલ ચેમ્બરમાં મલિક જવેલર્સ નામની દુકાનમાંથી બંગાળી કાર્યકર અંદાજિત ૭૦ તોલા સોનુ ઉઠાવી નાસી ગયો હોવાનું માલુમ પડતાં સોની બજારમાં ચકચાર મચી જવા પામી હતી.બાદમાં આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા એ.ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ તાકીદે સોની બજાર દોડી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી.

 


આ બનાવની વધુમાં જાણવા મળતી વિગતો મુજબ સોની બજારમાં અનિલ ચેમ્બરમાં ફિરોજભાઈ બંગાળી નામના મૂળ પ. બંગાળના વેપારી અહીં છેલ્લા ઘણા વર્ષેાથી જોબવર્કનું કામ કરે છે. તેઓ અન્ય વેપારીઓ પાસેથી દાગીના લઇ તેની ઘડામણ કરી આપે છે.આજ રોજ સવારના સુમારે તેમની દુકાનમાં કામ કરનાર મૂળ પશ્ચિમ બંગાળના હત્પબલીના સુમન દાસ વહેલી સવારે અન્ય કારીગરો દુકાનમાં સુતા હતા ત્યારે બહારથી દુકાનને તાળુ મારી નાસી ગયો હતો. બાદમાં બાજુમાં દુકાન ધરાવનાર વ્યકિતઓએ મદદ કરી દુકાનમાં પુરાઈ ગયેલા કારીગરોને બહાર કાઢા હતા બાદમાં આ બાબતે બંગાળી વેપારીને પણ જાણ કરવામાં આવી હતી.

 

 

પ્રાથમિક તપાસમાં એવી વાત સામે આવી હતી કે, અહીંથી બંગાળી કારીગર અંદાજિત ૭૦ તોલા સોનું ઉઠાવી ગયો છે મલિક જવેલર્સના વેપારી ફિરોજભાઈ પણ બંગાળના વતની હોવાનું માલુમ પડું છે. યારે કારીગર સુમનદાસ અહીં વર્ષ ૨૦૧૮ થી કામ કરતો હતો અને વિશ્વાસ હતો. જે વિશ્વાસ નો ગેરલાભ ઉઠાવી તે દુકાનમાંથી મોટી માત્રામાં સોનુ લઈ નાસી ગયો હતો. આ વાતની જાણ થયા બાદ બંગાળી વેપારી તથા અન્ય વેપારીઓ પણ તેમની સાથે એ. ડીવીઝન પોલીસે પહોંચ્યા હતા. એ.ડીવીઝન પોલીસે હાલ બંગાળી વેપારીની અરજી લઈ સંતોષ માની લીધો છે અને આ બાબતે એ. ડિવિઝન પોલીસ મથકના પી.આઇ સી.જી. જોષીની રાહબરીમાં સ્ટાફે બંગાળી મેળવવા માટે શોધખોળ શ કરી છે.

 

 

પોલીસની નીતિ–રીતિ ફરી પાણીમાં
સોની બજારમાંથી છાશવારે સોનું લઈને કારીગરો નાસી છૂટે છે ત્યાર બાદ પણ પોલીસ ફરિયાદ નોંધી નથી આ બાબતે અગાઉ આજકાલ દૈનિકે અહેવાલો પ્રસિદ્ધ કર્યા હતા ત્યારે પોલીસ તત્રં હરકતમાં આવ્યું હતું અને ફરિયાદ નોંધવાનું શ કયુ હતું. પોલીસની કામગીરી ફરી નિષ્ક્રિય થઈ હોવાની સોની વેપારીઓમાં ચર્ચાઓ ઊભી થઈ છે.

 

 

પોલીસ ફરિયાદ નોંધે: બંગાળી કારીગર મંડળનું દબાણ
શહેરની સોની બજારમાં આવેલી અનિલ ચેમ્બર ના બંગાળી વેપારીનું ૭૦ તોલા સોનું લઈને બંગાળી કારીગર રફુચક્કર થઈ જતાં પોલીસ ફરિયાદ નોંધાવવા માટે કારગરો પોલીસ સ્ટેશને ધસી ગયા હતા. જોકે પોલીસે આ ઘટનાની અરજી લઈ ને કામગીરી કરી હોવાનો સંતોષ માન્યો હતો. જાણવા મળતી વિગત મુજબ ૭૦૦ ગ્રામ સોનું લઈને ભાગી છૂટેલા કારીગર સામે ફરિયાદ નોંધાવવા માટે બંગાળી કારીગર એસોસિયેશન દ્રારા દબાણ કરવામાં આવી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ એસોશિયેશનમાં ૧૦ હજાર જેટલા સભ્યો છે.

 


ચાર વરસથી મલિક વેલર્સમાં કારીગર કામ કરતો હતો
અનિલ ચેમ્બર માં આવેલા મલિક જવેલર્સમાં ફિરોજ ભાઈ ને ત્યાં વર્ષ ૨૦૧૮ થી મુળ હત્પબલી નો સુમન બંગાળી દાગીના ઘડવાનું કામ કરતો હતો. ચાર વર્ષથી કામ કરતા આ કારીગરે વેપારી નો વિશ્વાસ જીતીને સોનુ લઈ રફુચક્કર થઈ જવાનો પ્લાન કર્યેા હતો, અલગ અલગ વેપારીઓએ ફિરોજભાઈ ને ઇસ્યુ વઉચર થકી દાગીનાના માટે સોનું આપ્યું હતું,જેમાંથી આ કારીગર ૭૦૦ ગ્રામ એટલે કે ૭૦ તોલા સોનુ લઈ ને નાસી છૂટયો છે.

 


સીસીટીવીમાં કેદ ન થાય માટે કારીગરે ચાલાકી વાપરી મેઈન પાવર બધં કરી દીધો
આ ઘટના આજે સવારે પાંચ વાગ્યાની આસપાસ બની હોવાનું જાણવા મળી રહ્યું છે આ દરમિયાન આ કારીગરે ચાલાકીથી ઘટના અંગે કોઈને કશી જાણ ન થાય તે માટે સવારે પ્રવેશીને ચેમ્બરનો મેઈન પાવર બન્ધ કરી દેતા સી સી ટીવી કેમેરા પણ બન્ધ થઈ ગયા હતા, આ કારણથી આખીયે ઘટના કઇ રીતે બની તે વેપારીના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ન હતી પરંતુ ગામે આવેલા કોમ્પલેકસમાં એક વેપારીને ત્યાં આ બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થઇ જતાં તેના ફટેજ મળ્યા હતા.

 


ડિટેકશન બાદ જ ફરિયાદ લેવાની પોલીસની પોલિસી બની ગઈ છે
શહેર પોલીસે છેલ્લા ઘણા સમયથી ચોરી, લૂંટ સહિતના બનાવમાં યાં સુધી બનાવનો ભેદ ઉકેલાઈ ન જાય ત્યાં સુધી અરજીના કામે જ તપાસ ચાલુ રાખવાની નીતિ અખત્યાર કરી લીધી હોય તેમ ડિટેકશન થયા બાદ જ ફરિયાદ નોંધવામાં આવે છે. આના લીધે અનેક અરજદારોને અન્યાય થતો હોવાનું પણ સામે આવી રહ્યું છે.ત્યારે આજે સોની બજારમાં ૭૦ તોલાના સોનાની તફડંચી થયાનું સામે આવ્યું છે.તેમાં પણ પોલીસે માત્ર અરજી લીધી સંતોષ માની લીધો છે.

 

 

વર્ષમાં ૧૭ કારીગરો કરોડોનું સોનું લઇ ફરાર, ફરિયાદ માટે ઝવેરીઓ પગની પાની ઘસે
કારીગરો પર વિશ્વાસ મૂકીને સોની વેપારીઓ યારે સોનુ આપે છે ત્યારે કારીગરો સોના ને લઈને નાસી જાય છે તેવી ઘટનાઓ તો અનેક બની છે પણ છેલ્લા થોડા સમયમાં ૧૭ જેટલા બંગાળી કારીગરો કરોડો પિયાનું સોનું લઈને નાસી છૂટયા છે, આ બંગાળી કારીગરો ભાગી ગયા છે આ ઘટના બાદ આ વેપારીઓએ પોલીસમાં ફરિયાદ કરવા માટે અત્યાર સુધીમાં અનેક વખત ધક્કા ખાધા છે તેમ છતાં હજુ સુધી આ વેપારીઓની પોલીસ ફરિયાદ ચોપડે નોંધાઈ નથી તેવું સામે આવ્યું છે. હજુ પણ આવા ઘણા ઝવેરીઓ છે કે જેની ફરિયાદ નોંધાઈ નથી આ વેપારીઓએ પોલીસ સ્ટેશનમાં આધાર પુરાવા પણ જમા કરાવ્યા છે તેવું સોની બજારના સૂત્રોમાંથી વિગતો મળી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS