ચહેરા પરનું હાસ્ય એ ઘણા પ્રકારની બિમારીઓમાં કારગત નિવડે છે. આપણે અનુભવ્યું હશે કે જ્યારે આપણો મૂડ ખરાબ હોય ત્યારે કોઈનો હસતો ચહેરો આપણે જોઈ લઈએ ત્યારે એક હકારાત્મક ઉર્જાનો સંચાર થતો હોય છે. કોઇ પણ વ્યક્તિનો હસતો ચહેરો આપણને પસંદ પડે છે, પરંતુ શું તમે વિચાર્યું છે ક્યારે પણ હસવું એ પણ એક પ્રકારનો યોગ છે ? ગુજરાતીમાં કહેવત છે હસે તેનું ઘર વસે..ચાલો આપણે જોઈએ હસવાના કયા કયા ફાયદા થાય છે.
ડોકટરના સ્કૂલ, કોલેજ કે અન્ય સંસ્થાઓએ કાર્યસ્થળ પર તમને એક સંદેશ લકેલો ચોક્કસ જોવા મળશે. "keepsmiling" એટલે કે હસતા રહો. આ સ્મિત આપણા ચહેરાની સુંદરતાને વધારે છે અને સ્વાસ્થ્ય પણ સારું રાખે છે. હસતા રહેવાથી ચહેરાની માંસપેશીયો ટાઈટ રહે છે અને તમે આકર્ષક દેખાવ છો.
મેદસ્વિતા ઓછી કરવા માટે, વજન ઘટાડવા માટે કે પછી પેટની ચરબી ઓછી કરવા માટે ઘણા લોકોએ યોગાસન કરે છે. ઘણા યોગ પ્રશિક્ષકો પણ જણાવે છે કે હાસ્ય એ પણ એક પ્રકારનો યોગ છે. આ માટે અન્ય યોગાસનોની સાથે હસવાની આદત પણ તમારા માટે લાભકારક બને છે.
હસવાના કારણે ચહેરા પરના સ્નાયુઓ પર અસર પડે છે અને તેમાં એક પ્રકારનું ખેંચાણ અનુભવાય છે. જેથી ચહેરાની નસોમાં બ્લડ સર્ક્યુલેશન વધે છે. જેના કારણે ઘણી બધી બીમારીઓમાં ઘટાડો થાય છે.
બ્લડ સર્ક્યુલેશન વધવાથી આપણી નસોમાં ઓક્સીજનનું સ્તર વધે છે. આ કારણે આપણા ચહેરાની રંગત નીખરે છે. પોતાને નવી ઉર્જાથી ભરેલા હોય તેવી અનુભૂતિ થાય છે. આઉજા આપણા તળાવને ઘટાડે છે તેમજ તનાવમુક્ત ચહેરા માટે સારી અનુભૂતિ થાય છે.
આપણા શરીરમાં સામાન્ય રીતે ચાર જગ્યા પર ચરબી જમા થતી હોય છે પેટ,સાથળ બાવળા અને ચહેરો. પેટ અને ચહેરા પર ચરબી જમા થવાનું મુખ્ય કારણ શરીરમાં વધેલું કાર્ટિસોલ હોર્મોન હોય છે. જેનું સ્તર વધવાથી શરીરના મસલ્સ ઢીલા પડવા લાગે છે. જ્યારે ચહેરા પર હાસ્ય રહે છે ત્યારે આપણા ચહેરાના સ્નાયુઓની એક્સરસાઇઝ થાય છે અને નસોમાં ઓક્સિજનનો સંચાર થાય છે.
ઓક્સિજનનું સ્તર વધવાથી આપણા સ્ટ્રેસ લેવલ ઓછું થાય છે અને શરીરમાં કાર્ટિસોલ સિકરેશન ઓછું થાય છે, તેની સાથે જ હસતા રહેવાથી બ્રેઇનમાં ડોપામાઇનનો સંચાર પણ વધે છે, અને ડોપામાઇન એક એવું તત્વ છે , જે આપણને ખુશ રાખવાનું કામ કરે છે આ રીતે હોર્મોનના નિયંત્રણ દ્વારા શરીરમાં ચરબીનો ઘટાડો થાય છે.
તમે નિરીક્ષણ કર્યું હશે કે જયારે આપણે તનાવમાં હોઈએ છીએ ત્યારે કોઈ ખુશનુમા બાબતને યાદ કરીએ છીએ, ત્યારે પણ ચહેરા પર સ્મિત ફરી વળે છે, અને ઘણા અંશે તનાવ ઓછો થઈ જાય છે, આપણા તન અને મન બંને માં રિલેક્સ ફીલ થાય છે. આપણે કપરા સમયમાં પણ હસવાની આદત બનાવી દઈશું તો આપણે ઘણા અંશે ફિટ અને તંદુરસ્ત રહી શકીશું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230
View News On Applicationઅમદાવાદમાં હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીને રેમડેસિવિર ઇન્જેક્શન નહીં મળે
April 21, 2021 10:32 AMગુજરાતમાં રેમડેસિવિર પછી ટોસિલિઝૂમેબ ઇન્જેક્શનની અછત
April 21, 2021 10:22 AMઅમદાવાદની સિવિલમાં ચાર ગણો ઓક્સિજન વપરાશ, માત્ર 15 દિવસમાં 764 ટન
April 21, 2021 10:17 AMકોરોનાના કહેર વચ્ચે આજે અનેક વિસ્તારોમાં પડી શકે છે કમોસમી વરસાદ
April 21, 2021 10:13 AMજાણો ગુજરાત હાઇકોર્ટે સી.આર.પાટિલ અને હર્ષ સંઘવીને બે સપ્તાહમાં શેનો જવાબ આપવા કહ્યું
April 21, 2021 09:58 AMCopyright © 2015-2020 Aajkaal Daily
Developed by Rhythm Infotech