રોજ 30 મિનિટ કુદો દોરડા, કલ્પના પણ કરી નહીં હોય એટલા થશે ફાયદા

  • June 01, 2021 02:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના વાયરસના કારણે જીમ તો ઘણા સમયથી બંધ કરી દેવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં લોકો પોતાને ફીટ રાખવા માટે ઘરે જ કસરત અને યોગ કરતા હોય છે. જો તમે પણ ઘરે જ વ્યાયમ કરવાનું વિચારતા હોય તો તમને જણાવી દઈએ કે દોરડા કૂદવા તમારા માટે શ્રેષ્ઠ કસરત સાબિત થઈ શકે છે. રોજ માત્ર 30 મિનિટ સુધી દોરડા કુદવાથી રક્ત પરિભ્રમણ વધે છે અને હૃદય સંબંધિત રોગોનું જોખમ ઘટે છે. આ સિવાય પણ દોરડા કુદવાના કેટલાક લાભ છે જેના વિશે પણ જાણી લઈએ. 

 

 
- દોરડા કૂદવાથી શરીરની વધારાની ચરબી ખૂબ જ ઝડપથી ઘટે છે. કારણ કે તેનાથી શરીરની કેલરી ઝડપથી ઓછી થાય છે.

 

- આ કસરત સ્ટેમિના વધારવામાં મદદ કરે છે.  

 

- કેટલીક સ્ત્રીઓને માસિક સ્રાવ પછી સ્નાયુઓ નબળા પડવા લાગે છે. આવી સ્થિતિમાં દોરડા કૂદવાનું ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. તે હાડકાઓને મજબૂત બનાવે છે. તેનાથી શરીરના સ્નાયૂ ચુસ્ત થાય છે. 

 

-  દોરડા કૂદવાથી હૃદય ઝડપી ધબકતું થાય છે, જેનાથી હૃદય વધુ સારી રીતે કામ કરે છે. શરીરમાં ઓક્સિજનનું સ્તર વધે છે. જે હૃદયના રોગના દર્દી છે તેમણે ડોક્ટરની સલાહ જરૂરથી લઈ લેવી. 

 

- આજના સમયની સૌથી મોટી સમસ્યા એટલે કે સ્ટ્રેસને પણ દોરડા કુદવાથી દૂર કરી શકાય છે.  

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS