વસંત ઋતુની શાકભાજી તરીકે ઓળખાય છે આ ઔષધિ, પોષક તત્વોથી ભરપૂર, સેવનના અનેક લાભ

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

શતાવરી એ હિમાલયના વિસ્તારોમાંથી મળી આવતી ઔષધીય જડી-બૂટ્ટી છે. ભારતમાં શતાવરીને વસંત ઋતુની શાકભાજી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ખૂબ જ લો કેલેરીવાળો આહાર છે. એકથી બે મીટર લાંબી શતાવરી પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે. તેના ઉપયોગથી કેટલાય શારીરિક ફાયદાઓ થાય છે. આ જડી બૂટ્ટી ઝડપથી વજન ઘટાડવામાં  મદદરૂપ થાય છે. આ સાથે જ આ ઔષધી ત્વચામાં  પણ નિખાર લાવે છે. તો આજે આપણે શતાવરીના ફાયદાઓ અંગે જાણીએ.

 

શતાવરી તેવા લોકો માટે રામબાણ સાબિત થાય છે જે પોતાના વધેલા વજનથી પરેશાન છે. આમાં દ્રાવ્ય અને અદ્રાવ્ય ફાઇબર હોય છે જે શરીરની ચરબી ઓછી કરવામાં મદદરપ થાય છે.

 

શતાવરી એન્ટીઑક્સિડેન્ટ તત્ત્વથી ભરપૂર હોય છે, જે હૃદયની બીમારીઓથી બચવા માટે ફાયદાકારક છે. આ સાથે શતાવરીના ઉપયોગથી ત્વચા ચમકદાર બને છે. આ ચહેરાની કરચલીઓને દૂર કરે છે. તેમાં એન્ટીઑક્સિડેન્ટ ગ્લૂટાથિયોન હોય છે જે ખીલથી પણ ચહેરાને રક્ષણ આપે છે.

 

 શતાવરી માઇગ્રેનથી થતા દુખાવામાં પણ છૂટકારો અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. જે લોકોને ઊંઘ નથી આવતી તેમના માટે પણ શતાવરી ફાયદાકારક છે. આ તણાવને દૂર કરે છે અને અનિંદ્રાથી મુક્તિ અપાવે છે. શતાવરીમાં ભરપૂર પ્રમાણમાં ફોલીક હોય છે. તેના ઉપયોગથી બાળકમાં કરોડરજ્જુ સંબંધિત સમસ્યા ઉદ્દભવતી નથી અને તે માનસિક સમસ્યાઓથી પણ બચી શકે છે.

 

શતાવરી સામાન્ય રીતે તો ઔષધિય ગુણોથી ભરપૂર છે, પરંતુ કેટલાક લોકોને નુકશાન પણ પહોંચાડી શકે છે. તેની સાઇડ ઇફેક્ટ્સ પણ થઇ શકે છે. એટલા માટે ખૂબ જ સાવધાની પૂર્વક તેનો ઉપયોગ કરવો જોઇએ. જે લોકોને ડુંગળીથી એલર્જી છે, તેમને શતાવરીના ઉપયોગથી પણ એલર્જી થઇ શકે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS