રાધા કૃષ્ણના પ્રેમનું પ્રતિક છે મોરપીછ, વાસ્તુ શાસ્ત્રમાં પણ તેનું મહત્વ

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાધા અને કૃષ્ણના પ્રેમના પ્રતિક તરીકે ઓળખાતા મોરપીછનું ધાર્મિક દ્રષ્ટિએ મહત્વ જોવ  મળે છે. ત્યારે વસ્તુ શાસ્ત્રમાં પણ મહત્વ દર્શાવવામાં આવ્યું છે.મોરપીંછને  હિંદુ ધર્મમાં શુભ માનવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણનાં  મુગટની શોભા વધારે છે. આ ઉપરાંત પણ મોરપીંછને ઘરમાં રાખવાથી ઘણાં ફાયદા થાય છે. માન્યા છે કે,તેનાથી ઘરમાં સકારત્મક ઉર્જાનો ફેલાવો થાય છે. 

 

વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે, મોરપંખથી ઘણાં લાભ મળે છે. જો ઘરમાં શ્રીકૃષ્ણની પ્રતિમા હોય તો મુગટ પર મોરપંખ જરૂર લગાવવું જોઈએ. આવું કરવાથી નકારાત્મક ઉર્જા ફેલાતી નથી. અન્ય એક માન્યતા પ્રમાણે જો તમારા કામમાં સતત કોઇને કોઇ અડચણ આવે છે તો કોઇ મંદિરમાં જઇને રાધા કૃષ્ણની મૂર્તિની પાસે મોરપંખ મુકી દો. મુકીને ચાલીસ દિવસ થઇ જાય તો તે મોરપીછને પોતાના ઘરમાં લઇ આવો. જે પછીથી  તમારા બગડેલા અને અડચણવાળા બધા કામ પૂરા થઇ જશે.

 


ઘરમાં નાના બાળકો હોય ત્યારે પણ તેનું મહત્વ વધી જાય છે. મોરપીંછ બાળકોને ખરાબ નજરથી બચાવે છે. જો બાળકો  એકદમ રડ્યા કરે છે કે બીમાર રહેવા લાગે છે ત્યારે તેમની નજર ઉતારવા માટે તેમના હાથમાં મોરપીંછ બાંધવાથી તેમને ખરાબ નજરથી બચાવવામાં આવે છે. જો બાળકોને મોરપીંછનાં હાથ પંખાથી પવન નાંખવામાં આવે તો તેમનો જિદ્દી સ્વભાવ બદલાઇ જાય છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS