ફાટેલા દૂધના પાણીનો ઉપયોગ કરી આ ખોરાકનું પોષણ તત્વ વધારો

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

ઉનાળામાં દૂધ ફાટવાની સંભાવના વધારે હોય છે, ઘણી વખત આપણે દૂધ માટે વાસણનો યોગ્ય  ઉપયોગ ન કરતા હોય ત્યારે  દૂધ ફાટી જતું હોય છે, ગરમીમાં દૂધ યોગ્ય રીતે સ્ટોર કરવામાં ન આવે તો તેનું તાપમાન વધવાના કારણે દૂધ જલ્દી થી ફાટી જતું હોય છે.


મોટાભાગે આપણે ફાટેલા દૂધને ફેંકી દેવાનું પસંદ કરીએ છીએ, પરંતુ ફાટેલા દુધમાંથી પણ ઉપયોગી ચીજ વસ્તુ બની શકે છે, તો ચાલો જાણીએ ફાટેલા દૂધનો ઉપયોગ કઈ રીતે કરવો જોઈએ.

 

જો ઘરમાં ફાટેલું દૂધ હોયતો તેમાંથી પનીર બનાવી શકો છો.આ માટે દૂધનો બગાડ થશે નહીં, ફાટેલા દુધમાંથી પનીર બનાવવા માટે મોટા માત્રામાં પાણી બચી જતું હોય છે, જેને લોકો ખરાબ સમજી અને ફેંકી દેતા હોય છે, પરંતુ તમારે તેને ફેકવું જોઇએ નહીં. આ પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારક હોય છે. જેનો ઉપયોગ ઘણી રીતે કરી શકાય છે.

 

કઈ રીતે કરશો ઉપયોગ

 

ફાટેલા દુધમાંથી નીકળેલા પાણીનો ઉપયોગ લોટ બાંધવા માટે કરી શકાય છે, તેના દ્વારા રોટલી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે, અને ફાટેલા દુધના પાણીમાંથી બનેલી રોટલી સ્વાસ્થ્ય માટે લાભકારક હોય છે.

 

ફાટેલા દુધના પાણીનો ઉપયોગ કરી અને શાક કે દાળ બનાવી શકો છો, તેનાથી શાકની ગ્રેવી સારી બને છે, તેમજ શાકનો સ્વાદ વધી જશે.

 

જયુસને વધારે પોષણયુક્ત બનાવવા માટે ફાટેલા દુધના પાણીનો ઉપયોગ કરી શકાય છે.

 

ભાત બનાવવા માટે ફાટેલા દુધના પાણીનો ઉપયોગ કરી શકો છો, જેનાથી ભાતનો સ્વાદ વધારે સરસ બની જશે.

 

ફાટેલા દુધના પાણીના ઉપયોગથી તમે નૂડલ્સ કે પાસ્તા બનાવી શકો છો. જો તે બનાવવા માટે પાણી ઓછું પડે તો સાદું પાણી પણ તેમાં મિક્સ કરી શકો છો.

 

ફાટેલા દુધના ઉપયોગ કરવાના ફાયદાઓ

 

ફાટેલા દુધના પાણીમાં પ્રોટીન અને લેક્ટિક એસિડ વધારે માત્રામાં હોય છે જેના કારણે માંસપેશીઓ વધારે મજબૂત બનાવવામાં ઉપયોગી થાય છે.

 

ફાટેલા દૂધના પાણીનો ઉપયોગ તમે ત્વચા અને વાળને ધોવા માટે પણ કરી શકો છો, જેનાથી વાળ મજબૂત થશે અને ત્વચામાં ચમક આવશે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS