જ્યારે ખાવાની વાત આવે ત્યારે ટેસ્ટ વધારનારા ટમેટા અને ડુંગળી વિના નતો શાક નો રંગ આવે છે ન તો સોડમ આવે છે કે ન શાક સ્વાદિષ્ટ બની શકે છે, શું તમે ક્યારેય વિચાર્યું છે કે ડુંગળી દરેક શાક માટે શા માટે આટલી જરૂરી છે ?
આપણે જે પણ ખાઈએ છીએ ખાસ રીતે ઘરનું ભોજન અને તેના સેવનનું લક્ષય એક જ હોય કે શરીરને બીમારીઓથી બચાવી રાખવું. હવે શરીરને બીમાર થવાથી બચાવવા માટે વિટામિન્સ, મિનરલ્સ, કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ અને લોહતત્વ જેવી ઘણી બધી આવશ્યકતા પડે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે એક ડુંગળીમાં ૧.૨ ગ્રામ પ્રોટીન, ૧૧.૧ કાર્બોહાઈડ્રેટ, ૧૫ મિલિગ્રામ વિટામિન, ૦.૧ ગ્રામ વસા, ૪૬.૯ મિલીગ્રામ કેલ્શ્યમ, ૧૧ મિલીગ્રામ વિટામિન, ૦.૪ ગ્રામ ખનિજ, ૫૦ મિલિગ્રામ ફોસ્ફરસ, ૫૦ મિલિગ્રામ કૅલરી, ૦.૭ મિલીગ્રામ લોહતત્વ, ૮૬.૬ ગ્રામ પાણી મળી રહે છે. જેના કારણે શરીરમાં જઈને ખૂબ જ જરૂરી તત્વોની કમીને તે પૂર્ણ કરે છે ખોરાકમાં, ત્વચા પર પણ તથા વાળ માટે પણ ડુંગળીનો રસ લગાવવાથી શરીરને ઘણો બધો લાભ થાય છે.
ઉનાળામાં મોટા ભાગે બાળકો કે પછી મોટેરાઓ કોઈ જીવડા કે મચ્છર કરડી જાય છે તેના કારણે શરીર પર લાલ ધાબા, બળતરા કે ચકામાં પડી જાય છે એવામાં કોઇ પણ સાધારણ જીવડાના કરવાથી ત્વચા પર ડુંગળીનો રસ લગાડવામાં આવે તો વ્યક્તિને આરામ મળે છે.
ઘણીવાર બાળકોને ગરમીના કારણે નાક માંથી લોહી વહેવા લાગે છે, એવામાં તેના નાકમાં બે-ત્રણ ટીપા ડુંગળીનો રસ નાખી દો તો બની શકે છે કે લોહી વહેવાનો બંધ થઈ જશે અને આ ઉપાય મોટા લોકો પણ કરી શકે છે પરંતુ નાકના ઓપરેશન કે પછી અન્ય કોઈ સિરિયસ કંડીશનની અંદર આ ઉપાય ન કરવો જોઈએ આ અંગે ડોક્ટરની સલાહ લેવી પણ જરૂરી છે.
કાચી ડુંગળીની સાથે લસ્સી પીવાથી લૂ તમારું કંઈ જ બગાડી ન શકે. લું લાગી પણ જાય તો ડુંગળીનો રસ પીવો કે પછી રસને પગના તળિયા પર લગાડો જેથી તમને ઘણી રાહત મળશે.
૫૦ વર્ષથી વધારે ઉંમર થતાં જ સાંધાના દર્દની સમસ્યા દરેક વ્યક્તિને સતાવે છે, મહિલાઓમાં આ સમસ્યા કેલ્શિયમની ખામીના કારણે જોવા મળે છે, સાંધામાં થતા દર્દમાં રાહત મેળવવા માટે સરસોના તેલમાં થોડા ડુંગળીના રસ મેળવી અને રોજ તેને દુખાવાની જગ્યા પર માલિશ કરો.
ડુંગળી ખાવાથી પેટમાં ગેસ અને કબજિયાતની સમસ્યા રહેતી નથી.
બાળકોને સરદી અને ખાંસી થાય ત્યારે ડુંગળીના રસમાં ૧ ચમચી મધ ભેળવીને લેવાથી તુરંત રાહત થાય છે.
જો ત્વચા પર ખુબજ ખીલ હોય તો ડુંગળીનો રસ કાઢીને ચહેરા પર લગાવો. એવું તમારે ૧૫ દિવસમાં પાંચ વખત કરવાની જરૂર રહે છે. ખીલની સાથે ચહેરાની કરચલીને છુપાવવા માટે પણ ડુંગળીનો રસ લાભકારક નીવડે છે.
વાળ ખરવાની સમસ્યા હોય કે પછી બરછટ વાળ થઈ જવાની ફરિયાદ હોય બંનેમાં ડુંગળી ઉપયોગી છે. ડુંગળીનો રસ વાળમા લગાવવાથી તેન સમસ્યા ઓછી થઈ જાય છે. સમયની પહેલા સફેદ વાળ થતાં અટકે છે, વાળ સૂકા થતા નથી અને ચમકદાર બની રહે છે.
ડુંગળીમાં રહેલા જરૂરી તત્વ શરીરમાં લોહીના પરિભ્રમણને વ્યવસ્થિત ચલાવે છે જેના કારણે તમને હાર્ટ એટેક કે પછી બ્રેઇનસ્ટ્રોકની સમસ્યાનો સામનો કરવો પડતો નથી. સાથોસાથ કોલેસ્ટ્રોલનું લેવલ પણ બેલેન્સ કરવામાં મદદ મળી રહે છે.
કેલ્શિયમ શરીર માટે ખૂબ જ જરૂરી છે, રોજ જે શાકનું સેવન કરીએ છીએ તેમાં ક્રોમિયમની માત્રા બહુ ઓછી હોય છે, તેના કારણે કદાચ ડુંગળીનો ઉપયોગ દરેક શાકભાજીમાં કરવામાં આવે છે, જેથી શરીરમાં ક્રોમિયમ તત્વની કમી ન થાય.
ડુંગળીમાં રહેલું ક્રોમિયમ તત્વ શરીરમાં બ્લડ સર્ક્યુલેશન જાળવી રાખે છે, જેના કારણે સુગરના દર્દીઓને ખૂબ જ લાભકારક નીવડે છે ડુંગળી ખોરાકમાં લેવાથી ડાયાબિટીસમાં ફાયદો થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230
View News On Applicationરેમડેસિવીર થશે સસ્તા: સરકારે આયાત ડ્યુટી હટાવી
April 21, 2021 11:13 AMશિખર ધવનની શાનદાર બેટિંગથી દિલ્હીએ મુંબઈને 6 વિકેટે હરાવ્યું
April 21, 2021 10:56 AMRam Navami 2021 : રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સહિત અનેક નેતાઓએ દેશવાસીઓને આપી રામનોમની શુભેચ્છા
April 21, 2021 10:52 AMભચાઉ : છાડવારમાં રિક્ષા પર ઝાડ પડતાં એક બાળક અને એક મહિલાનું મોત
April 21, 2021 10:49 AMઓકિસજનની સરળ ઉપલબ્ધિ ઉપર સરકારની ચાંપતી નજર: કંટ્રોલરૂમ શરૂ
April 21, 2021 10:43 AMCopyright © 2015-2020 Aajkaal Daily
Developed by Rhythm Infotech