ઓમ મંત્રની શક્તિથી વાસ્તુદોષ નહીં રહે અને રોગોમાંથી પણ મળશે મુક્તિ

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 


ઓમ જે સંપૂર્ણ સૃષ્ટિ નું કેન્દ્ર છે તેમજ જીવનની તમામ તકલીફો દૂર કરવાની સાથે ઘણી બધી બીમારીઓમાંથી પણ મુક્તિ અપાવે છે. ચાલો જાણીએ કે કઈ રીતે ઓમ્ શબ્દ જીવનની તમામ સમસ્યાઓને દૂર કરે છે અને સાથે જ  કયા રોગોમાં રાહત અપાવે છે.

 

 

જો કોઈને કમરના હાડકા સંબંધી સમસ્યા હોય તો ઓમ  મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ એવું કરવાથી કંપનો પેદા થાય છે અને તેના કંપનના કારણે કરોડરજ્જુનું હાડકું પ્રભાવિત થાય છે, અને તેની ક્ષમતા વધી જાય છે.

 

જો કોઈને ઊંઘ સંબંધી સમસ્યા હોય તો ઓમ મંત્રનો જાપ કરવો જોઈએ કહેવામાં આવે છે જો નિયમિત રીતે આ મંત્રનો જાપ કરવામાં આવે તો ઊંઘની સમસ્યા પણ દૂર થાય છે આ માટે રાત્રે સૂતી વખતે ઊંઘ આવે તે વખતે મંત્રનો જાપ કરવાથી સુંદર ઊંઘ આવી જાય છે અને ઊંઘ સંબંધી તમામ સમસ્યાઓ દૂર થાય છે.

 

 

જો કોઈને થાઈરોઈડ અને પેટ સંબંધી સમસ્યા હોય તો ઓમ  મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ તેના ઉચ્ચારણથી ગળામાં કંપન પેદા થાય છે જે થાઈરોઈડ ગ્રંથિ પર સકારાત્મક પ્રભાવ પડે છે અને થાઇરોડ ગ્રંથિની સમસ્યા ધીરે-ધીરે ખતમ થઇ જાય છે આ સિવાય ફેફસાનું સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે પણ મંત્રનો જાપ કરવો જોઈએ જેનાથી ફેફસાં મજબૂત બને છે.

 


જો કોઈને ગભરાહટ સંબંધી સમસ્યા હોય તો મંત્રનો જાપ કરવો જોઈએ તેના ઉચ્ચારણથી હૃદયમાં લોહીનો પ્રવાહ સંતુલિત રહે છે જેના કારણે ગભરાટની સમસ્યા ઓછી થાય છે સાથે સાથે કોઈને સતત તણાવ હોય તો પણ મંત્રનો જાપ કરવો જોઈએ જે તમારા શરીરમાં ઝેરી તત્વોને દૂર ફેંકી દે છે. એટલે કે તનાવના કારણે પેદા થતાં દર્દીઓને નિયંત્રણમાં રાખે છે માટે ઓમ ના ઉચ્ચારણ કરવાથી સંપૂર્ણ શરીર તણાવ રહિત બની જાય છે.જો કોઈને પાચન સંબંધિત સમસ્યા હોય તો મંત્રના નિયમિત ઉચ્ચારણથી પાચનશક્તિ તે જ થઈ જાય છે જેના કારણે શરીરમાં સ્ફૂર્તિનો સંચાર થાય છે તેમજ કોઈપણ વ્યક્તિના ચહેરા પર કાંતિ આવે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS