નાસ્તામાં મમરાનું સેવન કરવાના જાણો ફાયદા 

  • June 10, 2021 10:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મમરા તો તમામ લોકો ખાતા હોય છે પરંતુ તમને તેના ફાયદા વિશે ખ્યાલ છે? મમરા માત્ર સ્વાદમાં જ વધારો નથી કરતાં પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. મમરામાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, આયર્ન, પોટેશિયમ, નિયાસિન, થિયામીન અને રાઇબોફ્લેવિન જેવા અનેક પોષક તત્વો સામેલ હોય છે. 

 

1. એનર્જી લેવલ વધારે છે : 

મમરાનું સેવન કરવાથી શરીરમાં એનર્જી લેવલ વધે છે. મમરામાં મહત્તમ માત્રામાં કાર્બોહાઇડ્રેટ હોય છે. શરીર કાર્બ્સને ગ્લુકોઝમાં પરિવર્તિત કરે છે જે એનર્જીનો મુખ્ય શોર્સ હોય છે. તે શરીરમાં 60થી 70 ટકા એનર્જીની જરૂરિયાતને પૂરી કરવામાં મદદ કરે છે.

 

2. પાચનતંત્રને મજબૂત બનાવે છે : 

 

મમરા ખાવાથી પાચનતંત્ર વ્યવસ્થિત રહે છે અને કબજિયાતની સમસ્યા દૂર થાય છે મમરા માં ડાયટરી ફાઇબરની માત્રા હોય છે જે પાચનતંત્રને મજબૂત કરવામાં મદદ કરે છે. તેના સેવન પછી પેટ લાંબા સમય સુધી ભરેલું લાગ્યા કરે છે જેને લીધે વજનમાં પણ ઘટાડો થાય છે.

 

3. રોગ પ્રતિકારક શક્તિ વધારે છે :

 

મમરા વિટામીન, મિનરલ્સ અને ફાઈટોકેમિકલ્સથી ભરપૂર હોય છે. જે ઇમ્યુન સીસ્ટમને સુધારવા મદદરૂપ થાય છે. તેના સેવનથી ઈમ્યુનિટી બુસ્ટ થાય છે અને અનેક બીમારી સામે રક્ષણ મળે છે. 

 

4. વજનને કંટ્રોલમાં કરે છે :

 

મમરામાં કેલરીની માત્રા ઓછી હોય છે જેને પગલે તેના સેવનથી વજન કંટ્રોલ કરવામાં મદદ મળે છે. સાથે જ તેમાં ડાયટરી ફાઈબરની માત્રા પણ હોય છે જેને લીધે તેને ખાધા પછી ભૂખ ઓછી લાગે છે. પરિણામે વજનમાં ઘટાડો થાય છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS