રુદ્રાક્ષ થી લઇ અને તુલસીની માળા સુધી જાણો જાપ કરવાના ફાયદા

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

દરેક ધર્મમાં પૂજાપાઠ અને પ્રાર્થના કરવાની અલગ અલગ પદ્ધતિઓ હોય છે. હિન્દુ ધર્મમાં પૂજા અને મંત્રોનો જાપ કરવો ખૂબ જ ઉપયોગી અને જરૂરી માનવામાં આવ્યું છે. કોઇપણ ધાર્મિક પ્રતિષ્ઠાન તહેવાર વ્રત કે પૂજાપાઠ કરતી વખતે મંત્રોનો જાપનો ઘણો પ્રભાવ જોવા મળે છે. અલગ-અલગ પૂજામાં અલગ-અલગ આ પ્રકારની માળાઓનો પ્રયોગ કરવામાં આવે છે. ચાલો જાણીએ માળા જાપથી થતા ફાયદા અને તેનું મહત્વ.

 

મંત્ર જાપ અને માળા

 

મંત્ર જાપ મા માળાનો ઉપયોગ કરવાથી એકાગ્રતા વધે છે. મંત્ર જાપ માટે ઉપયોગમાં લેવામાં આવતી મારા હંમેશા 108  કે 27 દાણાની હોવી જોઈએ. મંત્ર જાપ કરતી વખતે માળા સંપૂર્ણ રીતે ઢંકાયેલી હોવી જોઈએ. મંત્ર જાપ બાદ માળાને પ્રણામ કરી ત્યારબાદ મંદિરમાં મૂકવી જોઈએ.

 

ચંદનની માળા

 

ચંદનની માળાનો ઉપયોગ ઘણા સમયથી કરવામાં આવે છે. તે બે પ્રકારની હોય છે સફેદ ચંદનની માળા અને લાલ ચંદનની માળા. શક્તિની સાધનામાં લાલ ચંદનની માળાથી તો ભગવાન કૃષ્ણના મંત્રનો જાપ કરવા માટે સફેદ ચંદનની માળાનો ઉપયોગ કરવામાં આવે છે આ માળા દ્વારા મંત્ર જાપથી મનોકામના સિદ્ધ થાય છે.

 

સ્ફટિકની માળા

 

મંત્ર જાપ કરતી વખતે સ્ફટિકની માળાનો ઉપયોગ કરવામાં આવે છે. ધન પ્રાપ્તિ અને મનની એકાગ્રતા માટે આ માળાનો ઉપયોગ કરવામાં આવે છે. આ માળાના પ્રભાવથી  પાસે કોઈ પણ પ્રકારની નકારાત્મક શક્તિ નજીક ભટકી શકતી નથી. જ્યારે ઉચ્ચ રક્તચાપ હોય તેમના માટે આ માળા પહેરવી ઘણી લાભદાયક હોય છે. લક્ષ્મીજીના મંત્ર માટે આ માળા કરવી ખૂબ જ શુભ અને ફળદાયક માનવામાં આવે છે.

 

રુદ્રાક્ષની માળા

 

મંત્રોનો જાપ કરતી વખતે આ માળાનો ઉપયોગ સૌથી વધારે કરવામાં આવે છે. ભગવાન શિવને રુદ્રાક્ષ ખૂબ જ પ્રિય હોય છે. માન્યતા છે કે રુદ્રાક્ષની માળાથી જાપ કરવાથી કરવાથી દેવાધિદેવ મહાદેવ ખૂબ જલ્દીથી પ્રસન્ન થાય છે. રુદ્રાક્ષની માળાનું અન્ય દેવતાઓ માટેના ઝાપમાં પણ ઉપયોગ કરી શકાય છે.

 

વૈજંતી માળા

 

વૈજંતી માળા ભગવાન કૃષ્ણને ખૂબ જ પ્રિય હોય છે ભગવાન કૃષ્ણની કૃપા મેળવવા માટે વૈષ્ણવ ભક્તો આ માળાનો ઉપયોગ વિશેષ રૂપે કરે છે. વૈજંતી માળા મંત્ર જપ કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. આ માળાનો જાપ કરવાથી વ્યક્તિના આત્મવિશ્વાસમાં વધારો થાય છે અને તમામ કાર્યોમાં સફળતા મળે છે.

 

હળદરની માળા

 

હળદરની માળાનો ઉપયોગ પૂજામાં ખૂબ જ શુભ માનવામાં આવે છે. ભગવાન ગણેશ અને દેવગુરુ બૃહસ્પતિ હલદીની માળાના જાપ કરવાથી પ્રસન્ન થાય છે સંતાન તેમજ જ્ઞાનની પ્રાપ્તિ માટે આ માળાથી વિશેષ રૂપે કરવામાં આવે છે. હળદરની માળાથી મા બગલામુખીનો જાપ કરવાથી તેઓની કૃપા થાય છે.

 

તુલસીની માળા

 

હિન્દુ ધર્મમાં તુલસીના છોડ અને તુલસીની માળા અને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે મંત્રોના જાપ કરતી વખતે તુલસીની માળાનો પ્રયોગ સૌથી વધારે કરવામાં આવે છે એવી માન્યતા છે કે તુલસીની માળા ધારણ કરવાથી ભગવાન વિષ્ણુના મંત્રોનો જપ કરવાથી યશ-કીર્તિ અને સમૃદ્ધિમાં વધારો થાય છે આ પવિત્ર માળાનો જપ કરવા માટે સાધકને પુણ્ય પ્રાપ્ત થાય છે પરંતુ તુલસીની માળાથી દેવી અને ભગવાન શિવના મંત્રનો જાપ કરવામાં આવતો નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS