અત્યારે રાવણા તરીકે ઓળખાતા મીઠા જાંબુની સીઝન પુર બહારમાં છે. જાંબુની કીમત ઓછી હોવા છતાં તેને આરોગવાથી અનેક લાભ થાય છે. જાંબુમાં રહેલા ઍસિડ દ્રવ્યો પથરીને ઓગાળવાનો ગુણ ધરાવે છે. ખાસ કરીને જે બાળકોને સ્લેટની પેન તથા ચોક ખાવાની આદતને કારણે પથરી થતી હોય તેમના માટે મીઠું મરી મેળવેલા જાંબુનું સેવન લાભદાયક છે.
આ ઉપરાંત લોહીના વિકારથી થતા ગૂમડાં પર જાંબુના વૃક્ષની છાલનું ચૂર્ણ લગાડવું. આવું કરવાથી ગૂમડાં ઝડપથી રૂઝાઈ જશે અને દુખાવો પણ ઓછો થઈ જશે. -જો તમને દાંત સંબંધી સમસ્યાઓ રહેતી હોય જેમ કે પયોરિયા અથવા દાંતમાંથી વહેતા લોહી માટે જાંબુના ઠળિયાનું સેવન ફાયદાકારક છે.
વારંવાર થતા ઝાડા અને જૂનો મરડો જેવી તકલીફ ધરાવતા રોગીઓ માટે લાંબા સમય સુધી જાંબુના ઠળિયાનું ચૂર્ણ છાશ અથવા દહીં સાથે દિવસમાં એક વખત લેવાથી સારૂં પરિણામ આવી શકે છે.
ગાયકો કે વક્તાઓએ જાંબુનું સેવન ન કરવું તેનાથી સ્વરપેટીને નુકશાન થાય છે.
કમળો, લીવર તથા બરોળના સોજાને દૂર કરવા માટે જાંબુનું સેવન અસરકારક છે.
આટલી બાબતોનું રાખો ધ્યાન
સાંધાના દુ:ખાવાના દર્દી, સાયટિકાના દર્દી, વાઈ, આંચકી, કબજિયાત અને પેરેલીસીસનાં દર્દીએ ક્યારેય જાંબુનું સેવન ન કરવું.
ભૂખ્યા પેટે કે ઉપવાસ દરમિયાન જાંબુનું સેવન ટાળો.
ફાયદા
1.નસ્કોરી ફૂટી, નાકમાંથી લોહી નીકળે ત્યારે જાંબુના કૂણા પાનનો રસના બે ટીપાં નાખવાથી ફાયદો થાય છે.
2. દુઝતા હરસ અને મસામાં પાકા જાંબુ મીઠા મરી સાથે ખાવાથી ફાયદો થાય છે.
૩.જો સ્ત્રીઓને શ્વેત પ્રદરની સમસ્યા રહેતી હોય તો તેમાં આશરે નાની વાટકી ચોખાના ઓસામણમાં બે ગ્રામ જાંબુના ઠળિયાનું ચૂર્ણ નાખી સેવન કરવાથી તરત ફાયદો થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230
View News On Applicationઅમદાવાદની સિવિલમાં ચાર ગણો ઓક્સિજન વપરાશ, માત્ર 15 દિવસમાં 764 ટન
April 21, 2021 10:17 AMકોરોનાના કહેર વચ્ચે આજે અનેક વિસ્તારોમાં પડી શકે છે કમોસમી વરસાદ
April 21, 2021 10:13 AMજાણો ગુજરાત હાઇકોર્ટે સી.આર.પાટિલ અને હર્ષ સંઘવીને બે સપ્તાહમાં શેનો જવાબ આપવા કહ્યું
April 21, 2021 09:58 AMથલાઈવી ફિલ્મ માત્ર સિનેમાઘરોમાં જ રિલીઝ થશે : કંગના
April 21, 2021 09:53 AMદિલ્હી કેપિટલ્સ સામે હાર્યા બાદ રોહિત શર્માને વધુ એક ઝટકો : ફટકારાયો રૂ.12 લાખનો દંડ
April 21, 2021 09:17 AMCopyright © 2015-2020 Aajkaal Daily
Developed by Rhythm Infotech