સ્વાસ્થ્ય માટે હીંગ કઈ રીતે છે લાભકારક, જાણો

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

ખોરાકમાં સ્વાદ અને સુગંધ માટે હીંગનો પ્રયોગ વિશેષ રીતે કરવામાં આવે છે. આ ઉપરાંત પેટ માટે માટે પણ લાભકારક માનવામાં આવે છે. સ્વાસ્થ્ય માટે હીંગ એક રીતે નહીં પરંતુ ઘણી રીતે લાભકારક છે. ચાલો જાણીએ તેના ઉપયોગ કરવાથી થતા ખાસ ફાયદા.

 

કબજીયાતની ફરિયાદ હોયતો હીંગનો પ્રયોગ લાભ આપશે, રાત્રે સુતા પહેલા હીંગનું ચુર્ણ પાણીમાં નાખી અને પીવો સવારે તેની અસર જોવા મળશે અને પેટ સાફ થઈ જશે.

 

જો ભૂખ ન લાગતી હોય કે ઓછી થઇ ગઇ હોયતો ભોજન કરતા પહેલા હીંગને ઘીમાં શેકીનેતેમાં આદુ તથા માખણ સાથે આરોગવાથી ભૂખ ઉઘડી જશે.

 

ત્વચામાં કાચ, કાંટા કે કોઈ અણીદાર વસ્તુ ખૂચી જાય અને કાઢવામાં તકલીફ થઈ રહી હોય ત્યારે હીંગના પાણીનો લેપ લગાડવાથી અણીદાર વસ્તુ તરત જ બહાર નીકળી આવશે.

 

જો કાનમાં દુખાવો થઈ રહ્યો હોયતો તલના તેલમાં હીંગને ગરમ કરીને બે ટીપા કાનમાં નાખવાથી કાનનો દુખાવો સંપૂર્ણ રીતે  મટી જશે.

 

દાંતમાં કેવીટી થાય ત્યારે પણ હીંગ તમારા માટે કામની સાબિત થઇ શકે છે, જો દાંતમાં જંતુ  હોયતો રાત્રે દાંતમાં હીંગ લગાવીને કે દબાવીને ઊંઘી જાઓ જંતુઓ તેની મેળે જ મરી જશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS