પરસેવો ત્વચા માટે લાભકારક છે, કઈ રીતે જાણો

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

ઉનાળાની ઋતુ હોય અને પરસેવો ન થાય તે કઈ રીતે શક્ય છે ? ઉનાળામાં મોટાભાગે ગરમીથી લોકો કંટાળી જતા હોય છે કારણ કે પરસેવો છૂટવાથી ત્વચા તૈલી બને છે. પરંતુ ત્વચાને સ્વસ્થ રાખવા માટે પરસેવો થવો જરૂરી છે. ઘણા લોકો એવું માને છે કે ત્વચા તૈલી બની જાય ત્યારે છિદ્રો પૂરાઇ જતા હોય છે. પરંતુ એ સત્ય નથી.

 

ખરેખર જો તમને પરસેવો ન આવતો હોય તો તેનો અર્થ એ છે કે તમારી ત્વચાના છિદ્રો પહેલેથી જ ભરાયેલા છે, અને તેના કારણે ત્વચા પર ખીલ અને ફોડલીઓની ઉપડી જાય છે અને ત્વચા માટેની અન્ય સમસ્યા પણ થાય છે.

 

જ્યારે તમને ગરમી થાય છે અને પરસેવો આવે છે, ત્યારે તમને તરસ પણ લાગે છે અને જેથી તમે વધારે પાણી પીઓ છો. જે તમારી ત્વચાને ઘણા પ્રકારે લાભ પહોંચાડે છે. આવો જાણીએ કે પરસેવો તમારી ત્વચા માટે કઈ રીતે લાભકારક છે.

 

પરસેવો શરીરમાંથી તમામ હાનિકારક તેમજ ઝેરી પદાર્થોને બહાર લાવવામાં મદદ કરે છે. આ રીતે ટોક્સિન જ્યારે પસીનાના રૂપમાં બહાર નથી આવતું ત્યારે ત્વચાને ઘણી નુકસાની પહોંચાડી શકે છે, જેના કારણે જ દિલ તેમજ દાણા થાય છે.

 

જ્યારે તમને પરસેવો થાય છે ત્યારે શરીરમાં મિનરલ્સ અને નેચરલ સોલ્ટ બહાર આવે છે. જે એક કુદરતી ઉપચારની જેમ કામ કરે છે અને રોમ છિદ્રોને સાફ કરે છે, તથા ત્વચામાં જામેલી ગંદકી અને અશુદ્ધિઓને સાફ કરે છે, સાથોસાથ સૂકીત્વચા અને એલર્જીની સમસ્યાને પણ ઓછી કરે છે.

 

ચહેરા પર જામેલી ગંદકી અને અશુદ્ધિઓને દૂર કરવામાં પરસેવો મદદ કરે છે. મૃત ત્વચા અને કોશિકાઓને બહાર લાવવામાં પણ મદદગાર થાય છે તેમજ ત્વચાને જળ મૂળથી સાફ કરે છે.

 

પરસેવો તમારી ત્વચાને તાજગીની અનુભૂતિ કરાવે છે. જો તમે ક્યારેય વર્કઆઉટ કે રોજિંદા 1 કલાક ઝડપથી ચાલો છો ત્યારબાદ અરીસામા નિહાળશો તો તમારી ત્વચામાં એક અલગ પ્રકારની ચમક નજરે પડે છે. આવું તમારા ચહેરા પર આવેલા પરસેવાના કારણે થાય છે, જે તમારી ત્વચામાં જામેલી ગંદકી સાફ કરે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS