બ્લડપ્રેશર કન્ટ્રોલ કરવામાં ઉપયીગી છે કીવી સ્મૂધી, જાણો ફાયદા અને રેસિપી

  • June 29, 2020 02:06 PM 516 views

 

સામગ્રી

 

કીવી બે-ત્રણ

 

ખાંડ કે સાકર 50 ગ્રામ

 

વેનીલા આઈસ્ક્રીમ 1 સ્કૂપ

 

કાજુ બદામ 2 ટેબલ સ્પૂન કાપેલા

 

વિધિ

 

સૌપ્રથમ કીવીને ધોઇને છોલી લો.

 

પછી તેના ટુકડા કરો.

 

હવે મિક્સરના ઝાર માં કીવી, દૂધ ,ખાંડ આઈસ્ક્રીમ, બધું નાખીને સરસ રીતે બ્લેન્ડ કરો.

 

તૈયાર થયેલ સ્મૂધીને થોડીવાર માટે ઠંડુ થવા ફ્રીઝમાં રાખો.

 

કીવીના ફાયદા

 

તેની અંદર વિટામિન ફાઈબર તત્વો રહેલા હોય છે, જે ભોજનને પચાવવામાં મદદ રૂપ થાય છે તેના કારણે અપચો એસિડિટી વગેરેની સમસ્યામાંથી રાહત મળે છે.

 

તેની અંદર રહેલા બાયો એક્ટિવ પદાર્થો હાઈબ્લડ પ્રેશરને ઓછું કરવામાં મદદ કરે છે, આ સિવાય ફંકશનને યોગ્ય રીતે કાર્યરત રાખે છે અને લાભ પહોંચાડે છે, આ રીતે બ્લડપ્રેશર નિયંત્રણમાં રહે છે, અને હૃદય સંબંધી બીમારીઓનો ખતરો ઓછો રહે છે.
 

કીવી માં રહેલા ફાઈબરના કારણે લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી આ રીતે વજન ઘટાડવા માં મદદ કરે છે
 

જે લોકો ડાયાબિટીસના દર્દી હોય તેણે પોતાના ખોરાકમાં કીવી નો ઉપયોગ જરૂર કરવો જોઈએ જેથી તેની અંદર રહેલા વિટામિન ઈન્સ્યુલિનની માત્રા ઓછી કરવામાં મદદ કરશે આ રીતે શુગર લેવલને કંટ્રોલમાં રહે છે.


 સંશોધકોના જણાવ્યા પ્રમાણે કીવી ની અંદર વિટામીન એ તથા ફાયબરની માત્રા રહેલી હોય છે આ રીતે તેનું સેવન કરવાથી શરીરમાં પ્રતિરોધક ક્ષમતા વધે છે એવામાં બીમારીઓ થવાનો ખતરો ઓછો રહે છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application