જીરુ અને ગોળનું સેવન કરવાથી વજન ઘટવા સહિત આ ગંભીર બીમારીઓમાંથી થશે છુટકારો

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

જીરું અને ગોળ એવા ખાદ્ય પદાર્થ છે જે ઘરમાં સરળતાથી મળી જાય છે. જીરું અને ગોળને એક સાથે સેવન કરવામાં આવે તો ઘણા પ્રકારની સ્વાસ્થ્યની સમસ્યામાંથી છુટકારો અપાવે છે, અને મદદગાર સાબિત થઈ શકે છે. જીરું અને ગોળના સેવનથી આઠ પ્રકારના ફાયદાઓ થાય છે તે અહીં દર્શાવ્યા છે.

 

વજન ઘટાડવામાં મદદરૂપ

 

વધેલું વજન ટાઈપ ટૂ ડાયાબિટીસ અને ઘણા પ્રકારના કેન્સરનો ખતરો વધારે છે. જે અંગે વૈજ્ઞાનિક પ્રમાણ પણ મળી આવ્યા છે. જ્યારે જીરાના પાણીને ઉકાળી અને તેનું ગોળ સાથે સેવન કરવામાં આવે તો વજન ઘટવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. ઈચ્છો તો જીરાને શેકીને તેની સાથે ગોળનુ સેવન કરી શકો છો. જેથી વજન ઘટાડવામાં પણ મદદરૂપ થશે.

 

લોહીની ઉણપ ઘટાડે છે

 

શરીરમાં લોહીની ઉણપના કારણે એનિમિયા નામની બીમારી થાય છે આ સમસ્યા મુખ્યરૂપે ગર્ભાવસ્થામાં મહિલાઓને સૌથી વધારે જોવા મળે છે. ગોળમાં રહેલા આયર્નની ભરપૂર માત્રામાં સેવન યોગ્ય રીતે કરવામાં આવે તો એનીમીયાનો ખતરો અનેક ગણો ઓછો કરી શકાય છે. જ્યારે જીરાને ગોળ સાથે આરોગવાથી બ્લડ સર્ક્યુલેશન પણ વધારે સરસ રીતે થાય છે.

 

હાઇબ્લડપ્રેશરમા ફાયદાકારક

 

હાઈ બ્લડપ્રેશરની સમસ્યાને હાઈપરટેંશનના નામથી પણ ઓળખવામાં આવે છે.તેના કારણે હૃદય સંબંધી ઘણા પ્રકારની બીમારીઓ અને હુમલાનો ખતરો પણ વધી જાય છે. જ્યારે જીરું અને ગોળમાં રહેલા પોટેશિયમ અને મેગ્નેશિયમની માત્રા હાઈ બ્લડપ્રેશરને ઘટાડવામાં પ્રભાવી રીતે મદદરૂપ થાયછે. આ માટે લોકોમાં હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તેમણે જીરા અને ગોળનું સેવન ડોક્ટરની સલાહ પર નિયમિત રૂપે જરૂર  કરવો જોઈએ.


 
​હાડકા મજબુત બનાવે છે

 

હાડકા મજબૂત બનાવવા માટે મુખ્યત્વે કેલ્શિયમ તેમજ પોષક તત્વોની જરૂરિયાત હોય છે. જ્યારે જીરૂં અને ગોળનું સેવન પણ હાડકાને મજબૂત કરવા માટે ઘણું લાભકારક હોય છે.નેશનલ સેન્ટર ફોર બાયોટેકનોલોજી ઇન્ફોર્મેશનના જણાવ્યા પ્રમાણે આ બંને ખાદ્ય પદાર્થોમાં હાડકાંને મજબૂત બનાવવાના ગુણો મળી આવે છે. આ રિસર્ચમાં સાબિત થયું છે કે વડીલો તેમજ ખેલકૂદમાં સક્રિય હોય તેવા બાળકો માટે જીરું અને ગોળનું સેવન હાડકાને મજબૂત કરવા માટે ઘણું લાભકારક નીવડે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS