સૂકી ત્વચા માટે નાળિયેર તેલ કઈ રીતે છે લાભકારક, જાણીએ

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

કામકાજી મહિલાઓ દિવસભર ઓફિસ કામની સાથે સાથે પરિવારને સંભાળવાની જવાબદારી ઉઠાવતી હોય છે, જેના કારણે પોતાના ચહેરાની સાર-સંભાળ રાખી શકતી નથી. એવામાં રાત્રે સૂતા પહેલા જો ત્વચા પર નાળિયેર તેલ લગાવવામાં આવે તો ઘણું લાભકારક સાબિત થાય છે.

 

ત્વચા પર રહેલા ડાઘા દૂર કરવા ખૂબ જ મુશ્કેલી ભર્યું કામ હોય છે, એવામા સંભાળ રાખવાથી ચહેરા પર ખીલ તો ઓછા થઈ જાય છે પરંતુ તેના ડાઘા ઘણા સમય સુધી ચહેરા પર રહી જાય છે, આ સિવાય ઘણા લોકોને ચામડી સુકાય જવાની સાથે કરચલીની સમસ્યાઓ પણ સામનો કરવો પડતો હોય છે.

 

આ માટે લોકો ઘણા પ્રકારના મોંઘા ઉત્પાદનોનો ઉપયોગ કરતા હોય છે જેથી ત્વચા સોફ્ટ અને શાઈની બની શકે. તેના સ્થાને નાળિયેર તેલમાં એન્ટી-ઇન્ફલેમેટરી ગુણો હોય છે, જે સૂકી અને ત્વચાને માટે ઘણું બધું લાભકારક હોય છે.

 

નારીયલ તેલમાં લોરીક એસિડ હોય છે જે ત્વચામાં કોલેજ ને જાળવી રાખે છે, તેમજ તેના કારણે ત્વચાની ચમક યથાવત રહે છે.
આ ઉપરાંત ચહેરા પરની કરચલી નિવારવામાં પણ મદદગાર સાબિત થાય છે.

 

નારીયલ તેલમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે જે ત્વચાને કોઈપણ પ્રકારના ઇન્ફેક્શનથી દૂર રાખે છે, એવામાં નાળીયેર તેલમાં વિટામિન એ અને એન્ટી ઓક્સિડેન્ટ હોય છે જે સ્કિન સેલ્સ માટે સારા હોવાની સાથે ત્વચામાં સુંદરતા લાવે છે, સાથે ડાધાઓને નિવારે છે.


રાત્રે સુતા પહેલા થોડુંક નાળિયેર તેલ લઇ અને ચહેરાના ડાઘા પર લગાવો, તે સિવાય નારિયેળ તેલને સમગ્ર ચહેરા પર લગાવી હળવા હાથે મસાજ પણ કરી શકો છો. સવારે ઊઠી અને ગરમ પાણીથી ચહેરો ધોઇ લો. જો તમારી ત્વચા ખૂબ જ તૈલી હોય તો નાળિયેર તેલ લગાવવાનું ટાળવું જોઈએ.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS