ડાયાબિટીસ સામે રક્ષણ આપે છે પલાળેલા ચણા, નાસ્તામાં કરો સમાવેશ આ થશે લાભ

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 


રાતના ખોરાક બાદ સવારના નાસ્તાનું મહત્વ ઘણું હોય છે. કારણ કે પેટ માટે સૌથી વધારે લાંબુ અંતર આ સમયે જોવા મળે છે. 10 થી 12 કલાકનું અંતર હોય છે એવામાં નાસ્તા પોષણયુક્ત ખોરાક લેવો જરૂરી હોય છે. ખાસ કરીને એવો નાસ્તો કરવો જોઈએ કે ઘણા બધા પોષક તત્વો એક જ નાસ્તામાં મળી રહે. ખાસ કરીને કાળા ચણા બજારમાં સરળતાથી મળી જાય છે અને તે મોંઘા પણ નથી હોતા. ચણા પલાળી અને  ખાવાથી ઘણો લાભ થાય છે. 

 


પલાળેલા ચણા કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, ફાઇબર, કેલ્શિયમ, વિટામિન્સ મળી આવે છે તેમજ ઘણી બધી બીમારીઓ સામે લડવામાં આપણી મદદ કરે છે, જેનાથી લોહી સ્વચ્છ થાય છે તેમજ મગજ તેજ થાય છે. રોજિંદા નાસ્તામાં તેનું સેવન કરવું ખૂબ જ લાભકારક હોય છે ચાલો જાણીએ ચણા ખાવાના ફાયદા.

 


ભરપૂર ઊર્જા

 

પલાળેલા ચણામાં લીંબુ, ઝીણું કાપેલું આદુ તીખા, સંચળ વગેરે મિક્સ કરી અને ખાવાથી સ્વાદ તો વધે છે, પરંતુ સમગ્ર દિવસની ઉર્જા તમને પ્રાપ્ત થાય છે અને તેનું સેવન કરવાથી તમારી કાર્યક્ષમતામાં વધારો થાય છે, અને મસ્તિષ્ક પણ સ્વસ્થ રહે છે.

 

શરીર મજબૂત બને છે

 

પલાળેલા ચણા થી આપણા શરીરમાંને સૌથી વધારે પોષણ મળે છે. પલાળેલા ચણામાં ઘણા બધા વિટામીન્સ અને મીનરલ્સ મળી આવે છે જેનું રોજિંદા સેવન કરવાથી શરીરમાં ઘણાં પ્રકારની બીમારીઓ થતી નથી. ભાડા ચણાની રાતભર પલાળી અને રાખી દો, સવારે બે મુઠ્ઠી જેટલા નાસ્તામાં આરોગો.

 


ડાયાબિટીસથી રક્ષણ

 

જો તમે ડાયાબિટીસના દર્દી હોય ને રોજ તમારા ખોરાકમાં પલાળેલા ચણા નો સમાવેશ કરશો તો તમને ઘણો થાક ઓછો લાગે છે. રોજ 25 ગ્રામ કાળા ચણાને રાત્રે પલાળી અને સવારે ખાલી પેટે કરવા જોઇએ તેનાથી ડાયાબિટીસની સમસ્યા માં ઘણો લાભ થાય છે.

 


કબજિયાતમાં રાહત

 

ચણાની અંદર નિશ્ચિત માત્રામાં પાણી નાખી અને રાત્રે પલાળીને સવારે પાણી કાઢી અને તેમાં આદુ, જીરું, નમક મિક્સ કરી અને સેવન કરવું, આ રીતે સેવન કરવાથી કબજિયાતમાં ઘણી બધી રાહત મળે છે, તેમાં ફાઈબરની માત્રા વધારે હોવાને કારણે પાચનમાં મદદરૂપ થાય છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS