આયુર્વેદિક પદ્ધતિથી બનાવો દૂધ, નિયમિત સેવનથી રોગ પ્રતિકારક શક્તિમાં કરો વધારો

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

રોગ પ્રતિકારક શક્તિવધારવા માટે આયુર્વેદમાં એક ખાસ પ્રકારના દૂધ વિષે જણાવવામાં આવ્યું છે. સવારે આ પ્રકારે દૂધ બનાવી અને પીવાથી તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે, અને તમે તમામ પ્રકારના વાયરસ અને બીમારીઓથી પોતાને બચાવી શકો છો,તો ચાલો હવે અમે તમને આ દૂધ પીવાના ફાયદાઓ અને તેને બનાવવાની સરળ રીત વિશે જણાવીએ. 


 
ફાયદાઓ

 

યાદશક્તિમાં વધારો થાય છે તેમજ શીખવાની ક્ષમતામાં વધારો કરે છે.

 

તે પુરુષોની જાતીય ક્ષમતામાં વધારો કરે છે.આ સાથે,વીર્યની સંખ્યા પણ વધે છે,જે વંધ્યત્વ ઘટાડે છે.

 

મહિલાઓના હાડકાંની નબળાઇ અને પીરિયડ્સ દરમિયાન થતી સમસ્યાઓ દૂર કરે છે.

 

તે ત્વચાની ચમક અને નિખાર વધારવામાં મદદગાર છે.

 

તે ત્વચાને ટાઈટ રાખે છે,જેથી વૃદ્ધત્વના સંકેતો જલ્દી દેખાશે નહીં.

 

તેનાથી શરીરમાં બ્લડ શુગર,બ્લડ પ્રેશર,બ્લડ પીએચ મૂલ્ય,કોલેસ્ટરોલ વગેરેને નિયંત્રણમાં રાખે છે,જેનાથી ડાયાબિટીઝ,હાઈ બ્લડ પ્રેશર,હાર્ટ સ્ટ્રોક,બ્લડ કેન્સર,પેટની સમસ્યાઓ,કિડનીની તકલીફ,લીવરની સમસ્યાઓ દૂર રહે છે.


સામગ્રી

 

10 બદામ

 

3 ખજૂર

 

ગાયનું દૂધ 1 ગ્લાસ

 

4 ચપટી હળદર

 

2 ચપટી તજ

 

1 ચપટી એલચી પાવડર

 

1 ચમચી દેશી ઘી

 

1 ચમચી મધ

 

બનાવવાની પદ્ધતિ

 

આ દૂધ બનાવવા માટે રાત્રે 10 બદામ અને 3 ખજૂર પાણીમાં પલાળી રાખો.

 

જો ખજૂર તાજા હોય તો તેને પલાળવા નહીં,તેનો સીધો ઉપયોગ કરો.

 

સવારે બદામની છાલ કાઢો અને ખજૂરમાંથી બી કાઢો,અને પછી આ બંનેને પીસી લો.

 

ત્યારબાદ આ પેસ્ટને થોડા ગરમ દૂધમાં મિક્સ કરો અને પછી તેમાં હળદર,તજ અને એલચીનો ભૂકો નાખો.

 

હવે તેમાં 1 ચમચી ઘી નાખો અને તેને સારી રીતે મિક્સ કરો અને સવારે ખાલી પેટે સેવન કરો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS