હાય રે બેકારી! મ્યુનિ. આવાસ યોજનાઓના 650 લાભાર્થીઓ કબજો સંભાળવા-હપ્તો ભરવા ન આવ્યા

  • June 23, 2021 05:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકાની આવાસ યોજનાના અરજી ફોર્મ બહાર પડે તેની શહેરીજનો આતુરતાપૂર્વક રાહ જોતા તેવો એક સમય હતાં. જયારે હાલમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની સહાયથી પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત શહેરમાં દરેક ઘર વિહોણા નાગરિકોને ઘરનું ઘર મળે તે માટે આવાસ યોજનાના અનેક પ્રોજેકટ સાકાર કરવામાં આવ્યા છે પરંતુ કોરોનાકાળના છેલ્લા 15 મહિનામાં અર્થતંત્રની હાલત ખરાબ થતાં તેની સીધી અસર ગરીબ વર્ગ અને મધ્યમવર્ગ પર પડી છે. બન્યું છે એવું કે મહાપાલિકાની આવાસ યોજનાના ડ્રોમાં આવાસ મળ્યું હોય પરંતુ હપ્તા ભરવાના પૈસા ન હોય તેના કારણે અનેક નાગરિકો પોતાને મળેલા આવાસનો એલોર્ટમેન્ટ લેટર સ્વીકારવા પણ આવ્યા નથી! જેમણે એલોટમેન્ટ લેટર સ્વીકાર્યો છે તેવા અરજદારોએ કબજો સ્વીકાર્યો નથી.

 

 

વિશેષમાં મહાપાલિકાના સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વેસ્ટ ઝોન ખાતે નવી પ્રધાનમંત્રી આવાસ યોજના-ઇડબલ્યુએસ-2ના 542 આવાસો, એલઆઇજીના 1268 અને એમઆઇજી યોજનાના 1268 પૈકી 230 મળી કુલ 2040 આવાસોનો કોમ્યુટરાઇઝડ જાહેર ડ્રો તા.31-8-2020ના રોજ તેમજ એમઆઇજીના બાકી રહેલા આવાસો પૈકીના 210 આવાસોનો ડ્રો તા.21-01-2021ના તેમજ સ્માર્ટ ઘર 1-2-3ના 2176 આવાસોનો ડ્રો કરવામાં આવ્યો હતો, પરંતુ આ આવાસો મેળવનાર લાભાર્થીઓ સમયસર હપ્તા ભરતા નથી અવારનવાર તાકીદ કરવા છતાં હપ્તાની રકમ ભરપાઇ કરી નથી. તદ્ઉપરાંત અનેક લાભાર્થીઓએ તેમના આવાસનો એલોર્ટમેન્ટ લેટર કે કબજો સ્વીકાર્યો નથી. જો આગામી 7 દિવસમાં કબજો નહીં સ્વીકારે તેમજ બાકી હપ્તા નહીં ભરે તો તેવા લાભાર્થીઓની આવાસ ફાળવણી રદ કરવા અંગેની કાર્યવાહી હાથ ધરાશે.

 

 

કબજો સ્વિકારનાર અધવચ્ચે લટકયા: હપ્તાના પૈસા નથી
કોરોના આવ્યો તે પૂર્વે જેમને આવાસ મળ્યા હતાં તેમણે હરખભેર આવાસનો કબજો સ્વીકારી લીધો હતો તેમજ અનેક લોકો તેમાં રહેવા પણ ગયા હતાં. કોરોનાના લીધે લોકડાઉન આવ્યું અને ત્યારબાદ વ્યાપાર ઉદ્યોગ જગતની હાલત કથળી ગઇ તેની સીધી અસર ગરીબ વર્ગ અને મધ્યમવર્ગ પર આવી અનેક લોકો આ સમયગાળામાં બેરોજગાર બનતા તેઓ આવાસના હપ્તા ભરવા સક્ષમ રહ્યા નથી.

 


કબજો નહીં સ્વિકારે તો હવે સાત દિવસમાં ફાળવણી રદ
આવાસ યોજનાના જે લાભાર્થીઓએ એલોર્ટમેન્ટ લેટર સ્વીકાર્યો નથી તેવા આસામીઓને તાકીદ કરતા ડે.કમિશનર એ.આર.સિંહે જણાવ્યું છે કે, જો આજથી સાત દિવસમાં આવાસનો લેટર નહીં સ્વીકારે તો તેમની ફાળવણી રદ કરી દેવામાં આવશે. આવાસનો કબજો સ્વિકાર્યો ન હોય તેમજ હપ્તા ન ભયર્િ હોય તેવા લાભાર્થીઓની સંખ્યા 650 થાય છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS